1 ડિસેમ્બર પહેલા આ ફોર્મ ભરી દો…નહીંતર તમારું ગેસ કનેક્શન કેન્સલ થઇ જશે, વાંચો માહિતી….

0

લોકો માટે ગેસ સિલિન્ડર ને લગતી આ એક ખાસ બાબત છે. જો તમે 30 નવેમ્બર સુધી તમારા સર્વિસ પ્રોવાઇડર ની પાસે જરૂરી કાગળિયા અને પ્રુફ જમા નહિ કરાવો તો 1 ડિસેમ્બર ના પહેલા તમારું ગેસ કનેક્શન રદ્દ થઇ શકે છે. સરકારે આ આદેશ ના પછી ગેસ કંપનીઓ ને પોતાના ગ્રહક ને 30 નવેમ્બર સુધી પોતાનું કેવાઈસી પૂરું કરવાની અપીલ કરી છે. આવું ન કરવાની સ્થતિ માં ગ્રાહકો ના ગેસ કનેક્શન ને રદ્દ કરવાની વાત કહેવામાં આવી રહી છે.30 નવેમ્બર સુધી જમા કરાવો જરૂરી પ્રુફ:

ગેસ કંપની જેવી કે ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડેન ગેસ એ પોતાના દરેક ગ્રાહકો ને 30 નવેમ્બર સુધી કેવાઈસી પૂરું કરવા માટે ની જાણ કરી દીધી છે. જો ગ્રાહકો આ સમય સુધીમાં આવું ના કરી શકે તો 1 ડિસેમ્બર થી આવા ગ્રહક ના ગેસ કનેક્શન ને રદ્દ કરી દેવામાં આવશે. એટલે કે ડિસેમ્બર થી તમે ન તો કોઈ ગેસ ની બુકીંગ કરાવી શકશો કે ના તો તમારા ઘરે નવા ગેસ ની ડિલિવરી થાશે.

રદ્દ થઇ શકે છે 1 કરોડ કનેક્શન:

કેવાઇસી પૂરું ન થવાને લીધે સરકારે એવા 1 કરોડ એસપીજી ગ્રાહકોંના કનેક્શન ને રદ્દ કરવાની તૈયારીમાં છે. સરકારે ગેસ એજન્સીઓ થી આવા ગ્રાહકો ની પુરી જાણકારી માંગી છે, જેઓએ પોતાનો આધાર નંબર જમા નથી કરાવ્યો અને જેઓએ ગીવ ઈટ એ સ્કીમ ને અપનાવ્યો છે. સરકાર ગીવ ઈટ એ અપનાવનારા ગ્રાહકો ની જાણકારી ની મદદથી ફર્જી(ખોટા, નકલી)ગ્રાહકોના કનેક્શન બંધ કરાવાની દિશા તરફ કામ કરી રહી છે.

નથી મળી રહ્યો સબ્સિડી નો લાભ:સરકારે 3 વર્ષ પહેલા ગેસ કનેક્શન ને બેન્ક ખાતામાં જોડીને સબ્સિડી ને સીધા બેન્ક ખાતા માં પહોંચાડવાનું કામ કર્યું, પણ 3 વર્ષ પુરા થયા છતાં પબ ઘણા લોકો એ અત્યાર સુધી પોતાનું કેવાઈસી અપડેટ નથી કરાવ્યું. જયારે એવા લોકો પણ છે, જેઓની ઈનકમ વર્ષ ની 10 લાખ કરતા પણ વધુ છે અને તેઓ સબ્સિડી નો લાભ ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેવાયસી માટે તમે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ, લીક એગ્રીમેન્ટ, વોટર આઈડી, ટેલિફોન/ઈલેક્ટ્રીસીટી/વોટર બિલ,પાસપોર્ટ, રાશન કાર્ડ, જેવા દસ્તાવેજો જમા કરાવી શકો છો.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here