યુઝવેન્દ્ર ચહલે શેર કરી ગુડ ન્યુઝ, તસવીર પોસ્ટ કરી ચાહકો માટે આપી મોટી ખુશખબરી

ટીમ ઇંડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ચાહકો સાથે ખુશખબરી શેર કરી છે. ચહલનું ચયન શ્રીલંકા દોરા પર જનાર ટીમ ઇંડિયામાં થયુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ગુરુવારે ટીમ ઇંડિયાનું એલાન કર્યુ છે. જયારે બીજી તરફ પોતે ચહલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સારી ખબર પોસ્ટ કરી છે.

યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માના ઘરે એક નવી ખુશખબરી આવી છે. તમને જણાવી દઇએ કે, કેટલાક સમય પહેલા યુઝવેન્દ્રના માતા-પિતા કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને હવે તેઓ કોરોનાને માત આપી પૂરી રીતે સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ ખુશખબરી ચહલે પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ચહલે જે તસવીર શેર કરી છે, તેમાં તે અને ધનશ્રી માતા-પિતા સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. ચહલ તેમના પરિવાર સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાની સાથે ચહલે લખ્યુ કે, તમારા બધાની પ્રાર્થના અને સમર્થન માટે આભાર. જેવી રીતની મદદ અમને મિત્રો, પરિવાર અને તમે બધાના સંદેશોથી મળી તેના આભારી છીએ.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

Shah Jina