IPLનો રોમાન્ચ: યુઝવેન્દ્ર ચહલે વિકેટ લીધા બાદ પત્નીને આપી ફ્લાઈંગ કિસ, સ્ટેન્ડમાં ઝૂમતી જોવા મળી ધનશ્રી, જુઓ વીડિયો

IPL 2022ની પાંચમી મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું. આ સિઝનની પાંચ મેચોમાં પ્રથમ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. મેચ એકતરફી હતી, પરંતુ આ દરમિયાન ઘણી રોમાંચક ક્ષણો જોવા મળી હતી. રાજસ્થાનના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. આ દરમિયાન જ્યારે તેને વિકેટ મળી ત્યારે તેની ઉજવણી કરવાની રીતને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

યુઝવેન્દ્ર ચહલે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે તેની પત્ની ધનશ્રી સ્ટેન્ડમાં હતી. ચહલે રાજસ્થાન તરફથી ડેબ્યૂ મેચમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન ચહલની પત્ની ધનશ્રી સ્ટેન્ડ પરથી તેના પતિને ચીયર કરતી જોવા મળી હતી. ચહલે જ્યારે પ્રથમ વિકેટ લીધી ત્યારે ધનશ્રી ઉછળી પડી હતી. ત્યારબાદ ચહલે ધનશ્રી તરફ ઈશારો કરીને ફ્લાઈંગ કિસ આપી.

આખી મેચ દરમિયાન ધનશ્રી સ્ટેન્ડમાં હાજર હતી અને પોઝ આપતી જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 2008માં રાજસ્થાનની ટીમ IPLની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારે ટીમનો કેપ્ટન શેન વોર્ન હતો. વોર્નનું તાજેતરમાં નિધન થયું હતું. આવી સ્થિતિમાં રાજસ્થાનના પ્રશંસકો તેમના પૂર્વ કેપ્ટનની યાદમાં પોસ્ટર સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ગુલાબી ટોપ અને સફેદ પેન્ટમાં શાનદાર લાગી રહી હતી. રાજસ્થાન રોયલ્સે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ધનશ્રીનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે સેલ્ફી લેતી જોવા મળી હતી. આ  ઉપરાંત પણ ધનશ્રીની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @jaszz_edits99


ગઈકાલની મેચમાં ચહલે ઓપનર અભિષેક શર્મા, અબ્દુલ સમદ અને રોમારિયો શેફર્ડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચહલ જ્યારે વિકેટ લઈ રહ્યો હતો ત્યારે ધનશ્રી તેની જગ્યાએ ઉભી રહીને તાળીઓ પાડીને તેના પતિને પ્રોત્સાહિત કરી રહી હતી. ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. તે સમયાંતરે સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે.

Niraj Patel