ગુજરાતના આ ગામની બેન્કમાં 5000 કરોડથી પણ વધુ રકમ છે ડિપોઝીટ, વિદેશમાં રહે છે લોકો છત્તાં ગામ પ્રત્યે છે પ્રેમ

જુઓ ગુજરાતના આ ગામને જે છે સૌથી પૈસાદાર ગામ, ઘરે-ઘરે લોકો છે લાખોપતિ, નાના એવા ગામમાં 17 બેંકમાં 5000 ની પોઝિટ

બેંક ડિપોઝિટ મામલે દુનિયાના સૌથી અમીર ગામોમાંનું એક ભારતમાં છે. જી હાં, તમને જાણીને હેરાની થશે કે એ ગામ ગુજરાતમાં જ છે. ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપરમાં લગભગ 7600 ઘર અને 17 બેંક છે અને આ ઘરોના માલિક વધારે યુકે, યુએસએ, કેનેડા અને દુનિયાના કેટલાક અન્ય હિસ્સાઓમાં રહે છે. આ ગામ એટલું સમૃદ્ધ છે કે દુનિયાભરથી લોકો આને જોવા આવે છે. આ ગામમાં પ્લે સ્કૂલથી લઇને ઇંટર કોલેજ સુધી હિંદી અને ઇંગ્લિશ મીડિયમના અભ્યાસ છે.

ગામનો પોતાનો શોપિંગ મોલ છે. જયાં દુનિયાભરના મોટા મોટા બ્રાંડ્સ રહે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકોને ન્હાવા માટે શાનદાર સ્વિમિંગ પુલ પણ છે. સાઇટ વિયોનના એક રીપોર્ટ અનુસાર, આ ગામમાં જે 17 બેંકો છે, તે બધી જાણિતી બેંકોની બ્રાંચ છે. તેમાં 5000 કરોડ રૂપિયા જમા છે. સામાન્ય રીતે અહીંના લોકો ભારતના બીજા શહેરમાં છે. ખાસ વાત તો એ છે કે લોકો તો આ ગામથી બહાર છે પરંતુ ગામને હંમેશા પકડી રાખ્યુ છે.

ગામથી તેમનો સંપર્ક હંમેશા બન્યો રહ્યો છે. છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેના દ્વારા ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે.

આ ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. એટ્લે જ આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે. પરંતુ તેઓ પોતાના પૈસા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેન્ક્સ અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ જમા છે. એક બે નહી પણ પૂરા 200 કરોડ જમા છે આ ગામ લોકોના બેંકમાં. આવ્યોને ઝાટકો? હા, સાચે જ, અને એટ્લે એ આખા એશિયાનું પૈસાદાર ગામ સાબિત થયું છે. કેમ કે ત્યાં દરેક વ્યક્તિ લાખો રૂપિયાની રકમ જમા છે બેંકમાં. એ તો ઠીક પણ આખા ભારતમાં આટલી બેન્કો ધરાવતું ગુજરાતનું આ એક માત્ર ગામ છે. જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે.

આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે અને તેમને વિદેશમાં ગામના નામે કોમ્યુનિટી એસોસીયેશન બનાવ્યું છે. વર્ષ 1968માં લંડનમાં કચ્છ માધાપર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી, જે યુકેમાં વસેલા માધાપરના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતા હોય છે.

યુકે, અમેરિકા અને કેનેડા સિવાય આફ્રિકામાં અને દુબઈમાં વધારેને વધારે કન્ટ્રક્શન સાઈટો ચાલતી હોવાથી આ સાઇટમા ગુજરાતીઓની માંગ વધારે છે. એટ્લે આ બે દેશમાં મોટેભાગે આ ગામના જ લોકો સ્થાઈ થઈ ગયા છે. આમ વિદેશમાં કમાઈને વતનમાં પોતાની મૂડીનું રોકાણ મોટે પાયે કરી રહ્યા છે આ ગામના લોકો. જેના કારણે આ ગામ આટલું સમૃદ્ધ બન્યું છે.

Shah Jina