વર્ક ફ્રોમ હોમ કરી રહેલી યુવતીને આવ્યો ઓફિસ ખુલવાનો ઇમેઇલ તો તેનો જીવ ઊંચો થઇ ગયો, જુઓ વીડિયોમાં કારણ

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘણા લોકો ઘરે બેઠા જ વર્ક ફ્રોમ હોમનો આનંદ ઉઠાવી રહ્યા હતા, ઘરેથી કામ કરવું ઘણા લોકો માટે ખુબ જ સરળ બન્યું હતું, પરંતુ હવે કોરોનાનો પ્રકોપ ઓછો થવાના કારણે ઓફિસો પણ શરૂ થઇ ચુકી છે અને ઘણા લોકો હવે ઓફિસમાં કામ કરવા માટે પણ જઈ રહ્યા છે.

ઘરે બેઠા કામ કરવું અને ઓફિસમાં બેસીને કામ કરવામાં ઘણું જ મોટું અંતર છે. એક રીતે કોરોનાકાળના લાંબા સમય સુધી ઘરે બેસીને કામ કરવું એ દરેકની આદત બની ગઈ હતી. પરંતુ હવે ઓફિસ શરૂ થવાના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓ પણ થઇ રહી છે. ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો એક યુવતીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને હરજસ શેઠી દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તે જણાવી રહી છે કે ઓફિસ ખુલવાનો મેઈલ આવતા જ હેરાન રહી જાય છે. તેનો જીવ પણ અધ્ધર થઇ ગયો છે.

શેઠી આ વીડિયોમાં જણાવે છે કે, “હું તેમને પૂછવા માંગુ છું કે શું કરવા માંગો છો ? બધાનું જીવન ઠીક ચાલી રહ્યું છે. રેવન્યુ વધી રહી છે. પૈસા બચી રહ્યા છે. શું કામ બિચારા ગરીબના પેટ ઉપર લાત મારો છો. હમણાં હમણાં તો મારા ડાર્ક સર્કલ ગયા છે. મારા જીવનમાં થોડી રોનક આવી છે. હવે તમે આવું કરી રહ્યા છો ?”

તે આગળ જણાવે છે કે, “મેં મારા જીન્સ અને બાકી કપડાં પેક કરીને રાખી દીધા છે. પાયજામામાં જીવન જીવવાની આદત બની ગઈ છે. હવે આ મારી આદત થઇ ચુકી છે. વાઘના મોઢામાં હવે લોહી લાગી ગયું છે, તો નહિ થઇ શકે. જે લોકો એમ કહી રહ્યા છે કે અમે ઓફિસને ખુબ જ મિસ કરી રહ્યા છીએ તે મૂરખ કોઈ બીજાને બનાવજો.”

શેઠીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તેને ટ્વીટર ઉપર પણ શેર કરી રહ્યા છે. શેઠીનું પણ કહેવું છે કે તેને પણ આટલી આશા નહોતી કે તે આટલી બધી પ્રચલિત થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by Harjas Sethi (@vellijanani)

મીડિયા સાથે વાત કરવા દરમિયાન શેઠીએ જણાવ્યું હતું કે તેને આ વીડિયો ફક્ત મજાક માટે જ બનાવ્યો હતો. જો કે ઓફિસ ખુલવાને લઈને તે પણ ખુશી અનુભવી રહી છે.

Niraj Patel