ઇકોમોની ક્લાસની મુસાફરી કરી રહેલી આ મહિલાએ પોતાની સીટને કર્યો બિઝનેસ ક્લાસની સીટ બનાવવાનો પ્રયાસ, પછી ક્રૂ મેમ્બરે કર્યું એવું કે… જુઓ વીડિયો

આ મહિલાએ ઈકોનોમી ક્લાસની ટિકિટ પર બિઝનેસ ક્લાસ જેવી સુવિધા મેળવવાનો કર્યો પ્રયાસ, ક્રૂ મેમ્બરે રોકી તો થઇ ગઈ માથાકૂટ, જુઓ વીડિયો

Women Kling Wrap Aeroplane Seats : ઘણા લોકો એવા હશે જેમને પ્લેનની સફર માણી હશે. ત્યારે પ્લેનમાં મોટાભાગના લોકો ઈકોનોમી ક્લાસની ટિકિટ લઈને સફર કરતા હોય છે. કેટલાક ધનિક લોકો બિઝનેસ ક્લાસની ટિકિટમાં પણ સફર કરે છે. ત્યારે પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં સફર કરનારા દરેકના મનમાં થતું હોય છે કે તે બિઝનેસ ક્લાસમાં એક વાર તો જરૂર બેસે.

પરંતુ એક મહિલાએ જે કર્યું તે જોઈને તો તમે પણ હેરાન રહી જશો. એક મહિલાએ ઈકોનોમી ક્લાસની ટિકિટ લઈને બિઝનેસ ક્લાસની જેમ મુસાફરી કરવા ભારે સંઘર્ષ કર્યો. તેણે 3 સીટ બુક કરાવી હતી. પછી જ્યારે તે પ્લેનમાં ચડી અને સીટ પર બેઠી ત્યારે તેણે તેને ક્લિંગ રેપથી ઢાંકવાનું વિચાર્યું. તેણે પારદર્શક શીટનો આખો રોલ ઉપાડ્યો અને પોતાનું કામ શરૂ કર્યું.

મહિલાના આ કૃત્યથી પ્લેનમાં બેઠેલા અન્ય મુસાફરોને અસુવિધા થઈ હતી. આટલું છતાં તે  અટકી નહીં. છેવટે ક્રૂ મેમ્બરે તેને ઠપકો આપ્યો, તેની સાથે માથાકૂટ કરી. આ ઘટના પ્લેનમાં બેઠેલા અન્ય મુસાફરે કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો ટ્વીટર પર તાસુ યેગન (@TansuYegen) નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે – મહિલાએ 3 ઈકોનોમી ક્લાસ ટિકિટ ખરીદી. તેનો ઈરાદો એ હતો કે તે તમામ સીટો કવર કરીને બિઝનેસ ક્લાસની જેમ મુસાફરીનો આનંદ માણી શકશે.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે ઈકોનોમી ક્લાસમાં એક મહિલા 3 સીટો પર કબજો કરી રહી છે. ફ્લાઇટમાં બેસતાની સાથે જ તે સીટોને પ્લાસ્ટિકના લપેટીથી ઘેરી લે છે. આ જોઈને વિમાનમાં બેઠેલા અન્ય મુસાફર તેનો વીડિયો બનાવવા લાગે છે, જેના પર મહિલા તેને રોકે છે અને ક્રૂ મેમ્બરને ફોન કરવા લાગે છે. જ્યારે ફ્લાઈટ એટેન્ડન્ટ સીટ પર પહોંચે છે ત્યારે તે આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે સ્ત્રીને આવું કરવાની મનાઈ કરે છે. પરંતુ તેણી દલીલ કરવાનું શરૂ કરે છે.

Niraj Patel