ધર્મગુરુએ પાણી છાંટતા જ મહિલાઓ જાણે ઉકળતા તેલમાં જીરું નાખ્યું તેમ ઉછળ કૂદ કરવા લાગી, વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ

જેમ પાણીમાંથી માછલી બહાર નીકળીને તરફડે તેમ ધર્મગુરુના પાણી છાંટવા પર મહિલાઓ તરફડી, વીડિયો જોઈને લોકો બોલ્યા, “કરંટ કેમ કરી આવ્યો ?”, જુઓ

Womans Started Jumping as he Sprinkles Holy Water : સોશિયલ મીડિયામાં રોજ અલગ આગળ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાઓ અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ પણ બની જતા હોય છે, ત્યારે આ દિવસોમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


ક્રિશ્ચન ધર્મગુરુનો ચમત્કાર :

તમે ઘણા ધર્મોની અંદર ધર્મગુરુઓ દ્વારા વિવિધ ચમત્કાર બતાવવાના કિસ્સાઓ પણ જોયા હશે, જેને જોઈને તમારી આંખો પણ ચાર થાય જાય. હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો આવા જ એક ચમત્કારનો છે, જેમાં એક ક્રિશ્ચન ધર્મગુરુ એવો ચમત્કાર બતાવે છે, જેને જોઈને લોકો પણ હવે હક્કાબક્કા રહી ગયા ગયા છે.

પાણી છાંટતા જ મહિલાઓ ઉછળકૂદ કરવા લાગી :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ક્રિશ્ચન ધર્મગુરુ હાથમાં પાણીની બોટલ લઈને આવે છે. તેમની સામે એક લાઈનમાં મહિલાઓ ઉભી છે. ધર્મગુરુ તેમના પર પાણી છાંટે છે અને પછી એ બધી જ મહિલાઓ જાણે ગરમ તેલમાં જીરું નાખ્યું હોય અને તતડવા લાગે તેમાં ઉછળકૂદ કરવા લાગી જાય છે.

 લોકો જાણવા ઉત્સુક :

જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ આગળ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા લોકો એ જાણવા માટે પણ ઉત્સુક છે કે આ આખરે થઇ શું રહ્યું છે ?

Niraj Patel