આ મહિલા એકલી મનાવી રહી હતી પોતાનો જન્મદિવસ, જયારે આસપાસના લોકોને ખબર પડી તો કર્યુ એવું કે… જુઓ વીડિયો

આજની સૌથી પ્રેમાળ ન્યુઝ…વાંચીને સલામ કરશો એ પાક્કું

જન્મદિવસ ખાસ હોય છે. વર્ષનો એક દિવસ, જયારે બધાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત હોય છે. કદાચ જ કોઇ એવું હશે, જેેને પોતાનો જન્મદિવસ મનાવવો ગમતો નહિ હોય. પરિવારવાળા સાથે મસ્તી, મિત્રો સાથે પાર્ટી, કોઇ ખાસ વ્યક્તિ સાથે ખાસ દિવસ વીતાવવો બધાને પસંદ હોય છે. જો કે, બધાના નસીબમાં પોતાનો જન્મદિવસ આવી રીતે મનાવવાનો લખ્યો નથી હોતો. કારણ કંઇ પણ હોઇ શકે છે. પરંતુ ઘણીવાર માણસને એકલા જ પોતાનો જન્મદિવસ મનાાવવો પડે છે.

કંઇક આવું જ થયુ એક મહિલા સાથે. આ મહિલા એક રેસ્ટોરન્ટમાં  એકલી બેસી પોતાનો જન્મદિવસ મનાવી રહી હતી. પોતાના માટે તાળીઓ વગાડી હેપ્પી બર્થ ડે ગાઇ રહી હતી અને કેક કાપવાની હતી. મહિલા પોતાના માટે કેક લઇને આવી હતી. રેસ્ટોરન્ટમાં હાજર બીજા લોકોએ જયારે આવું જોયુ તો તે લોકો આ મહિલા પાસે આવ્યા અને તેનો જન્મદિવસ મનાવ્યો.

આ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો પ્રેમાળ છે કે એકવાર જોઇ મન ભરાશે જ નહિ, વારંવાર આ વીડિયો જોવાનુ મન થશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બધાનું દિલ જીતી રહ્યો છે.

Shah Jina