મેમો ફાટવાની બીકના કારણે સ્કૂટર લઈને ભાગવા લાગી મહિલા, પછી પોલીસકર્મીએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને રહી જશો હેરાન

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા અને તે છતાં પણ તે જયારે કોઈ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે મેમો ફાટવાના ડરથી ટ્રાફિક પોલીની આંખોમાં ધૂળ નાખીને ભાગવા જતા હોય છે. ઘણીવાર આવા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા મેમોના ડરથી ભાગવા માટે જાય છે પરંતુ એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી બહાદુરી બતાવીને આ મહિલાના સ્કૂટર પાછળ દોડે છે અને તેને પકડી પાડે છે, તો એજ વીડિયોમાં આગળ એક અન્ય યુવક પણ બાઈક લઈને ભાગી રહ્યો હોય છે ત્યારે જ પોલીસકર્મી તેની પાછળ ભાગીને પણ તેને પકડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા હેલ્મેટ પહેર્યા વગર રોડ પર સ્કૂટી ચલાવી રહી હતી. આ દરમિયાન તે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરતી નહોતી. ત્યારે સ્કૂટી ચલાવતી મહિલા એક મહિલા ટ્રાફિક પોલીસને રસ્તા પર ઉભેલી જોવે છે. આ પછી તેને ખ્યાલ આવે છે કે તેનું ચલણ કાપવામાં આવશે. પછી મહિલાએ તેની સ્કૂટીની સ્પીડ વધારીને ભાગવા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી મહિલા સ્કૂટી પરથી ભાગવા લાગે છે, તે જ રીતે મહિલા પોલીસકર્મી પણ તેની પાછળ દોડે છે. રસ્તા પરનો નજારો જોવા જેવો હતો. મજાની વાત એ છે કે મહિલા પોલીસકર્મી એટલી જોરથી દોડે છે કે સ્કૂટી પર સવાર મહિલા તેની ઝપેટમાં આવી જાય છે. આ પછી મહિલાનું ચલણ કાપવામાં આવે છે.

Niraj Patel