શું તમે ક્યારેય જોયુ છે આવું અજીબોગરીબ લીંબુ ? વીડિયો જોઇ ઉડી ગયા લોકોના હોંશ, બોલ્યા- આ તો રાક્ષસોનું ફળ

મહિલાના બગીચામાં ઉગ્યુ બાહુબલી લીંબુ, અંદરથી જે નીકળ્યુ તે જોઇ ખૌફમાં આવી ગયા લોકો

મહિલાના ઘરમાં ઉગ્યુ અજીબોગરીબ લીંબુ, ટ્રાઇપોફોબિયાનો શિકાર લોકો તો વીડિયો જોઇ ડરી ગયા

આજકાલ સોશિયલ મીડિયા દ્વારા આપણને ઘણું બધું જોવા અને સાંભળવા મળે છે. દરેક પ્રકારની વસ્તુઓ અહીં હાજર છે અને કેટલીકવાર આપણને કંઈક એવું પણ જોવા મળી જાય છે, જે આપણે ક્યારેય વિચાર્યુ પણ ના હોય. જો તમે ક્યારેય દુનિયામાં કેટલાક ખૂબ જ વિચિત્ર પ્રકારના ફળ જોયા છે, તો લીંબુ તેમાંથી એક હોઇ શકે છે. આવું અમે નથી કહી રહ્યા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક વીડિયો જોઇ લાગી રહ્યુ છે.

મહિલાના ઘરમાં ઉગ્યુ અજીબોગરીબ લીંબુ

મૈક્સી નામની એક મહિલાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે જણાવ્યુ કે આ લીંબુ તેના બગીચામાં ઉગ્યુ છે. આનો આકાર જોઇ તેણે આને શૈતાની ફળ નામ આપ્યુ છે. આ લીંબુના વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @MAXISKITCHEN નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે તે પહેલા લીંબુને કેમેરા સામે બતાવે છે જેની આકૃતિ અજીબોગરીબ છે. આ પછી તે લીંબુને કાપે છે અને અંદરથી પણ તે વિચિત્ર દેખાય છે. વીડિયોમાં મહિલાના હેરાની ભરેલા હાવભાવ જોઇ શકાય છે.

વીડિયો જોઇ ઉડી ગયા લોકોના હોંશ

વીડિયોમાં જોઇ શકાય છે કે આ સાધારણ લીંબુ નથી, તેની આકૃતિ એક સાધારણ લીંબુ કરતા દસ ગણી મોટી છે. જેને કારણે મહિલા તેને ડેવિલ ફ્રીટ કહે છે. આ વીડિયોને 18 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી લાખો લોકોએ લાઇક કર્યો છે. ઘણા લોકો લીંબુની બનાવટ વિશે કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવુ છે કે આને જોઇને ટ્રાઇપોફોબિયા ટ્રિગર થઇ ગયુ, તો કેટલાક લોકોએ આને સુંદર આકૃતિ ગણાવી. વીડિયો પર કમેન્ટ કરી એક યુઝરે લખ્યુ-આ એક શેતાની ફળ જેવું લાગે છે. એક યુઝરે લખ્યું- જો આમાંથી લોહી નીકળવા લાગે કે ચીસ નીકળી જાય તો ?

 

View this post on Instagram

 

A post shared by Maxine Sharf (@maxiskitchen)

Shah Jina