પતિનું મોત, કોરોનાએ છીનવી નોકરી…સ્કૂટીવાળી દીદી આ રીતે કરી રહી છે પરિવારનું ભરણપોષણ- લોકો કરી રહ્યા છે સલામ

સ્કૂટીને બનાવી દીધી દુકાન, રોડ કિનારે મેગી વેચી આ મહિલા ચલાવે છે ઘર- જાણો કેમ વાયરલ થઇ રહી છે રાધા દીદીની કહાની

કંઇક કરી છૂટવાની તમન્ના હોય તો બધી મુશ્કેલીઓ નાની થઇ જાય છે અને રસ્તો આપોઆપ જ નીકળે છે. કેટલાક લોકો મુશ્કેલીમાં તૂટી વિખરાઇ જાય છે, તો કેટલાકને મુશ્કેલી વધુ મજબૂત બનાવે છે. આવી જ એક કહાની છે કાનપુરની રહેવાસી રાધા શર્માની, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

કાનપુરની આ દીદીએ મુશ્કેલીઓને માત આપી અને હિંમતની આંગળી થામી સંઘર્ષ કરતા સફળતાની નવી ગાથા લખી. રાધા શર્માની કહાની anurag_talks નાના ઇન્સ્ટા હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં રાધાની કહાની અને તેના સંઘર્ષો વિશે જણાવવામાં આવ્યુ છે. રાધા શર્માને લોકો સ્કૂટીવાળી દીદીના નામથી પણ ઓળખે છે. તેના પતિની મોત કોરોનાકાળમાં થઇ હતી.

કોરોનાએ તેની નોકરી પણ છીનવી લીધી અને તે બાદ તે નિરાધાર થઇ ગઇ હતી. પરિવાર ચલાવવો પણ મુશ્કેલ બની ગયો હતો. ત્યારે તેણે પોતાની સ્કૂટી ઉઠાવી અને તેને જ પોતાની દુકાન બનાવી લીધી. રાધા, હવે રોડ કિનારે સ્કૂટી પર મેગી, ઓમલેટ અને સેન્ડવિચ જેવી વસ્તુ બનાવી વેચે છે અને આ રીતે તે પરિવાર ચલાવી રહી છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધારે વ્યુઝ મળ્યા છે, અને 3 લાખથી વધારે લાઇક્સ મળી છે. વીડિયો પર કમેન્ટ કરી રાધા દીદીને લોકો સેલ્યુટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anurag (@anurag_talks)

Shah Jina