આ તો કેવી માતા ! બે બાળકોને કારની બહાર ઊભા રાખી બોયફ્રેન્ડ સાથે કારની અંદર કરી રહી હતી ઇલુ-ઇલુ, વીડિયો થઇ ગયો વાયરલ

આ તો માં ના નામ પર કલાક છે ! બે બાળકોને કારની બહાર ઊભા રાખી બોયફ્રેન્ડ સાથે કારની અંદર કરી રહી હતી ઇલુ-ઇલુ, વીડિયો થઇ ગયો વાયરલ

એવું કહેવાય છે કે માતાનો તેના બાળકો સાથેનો સંબંધ દુનિયામાં અમૂલ્ય અને નિઃસ્વાર્થ હોય છે. જો કોઈ માતાને ખબર પડી જાય કે તેના બાળકો માટે મુશ્કેલી આવવાની છે તો પણ માતા તેના બાળકોની સામે દિવાલ બનીને ઊભી રહે છે. જો બાળકો થોડા સમય માટે પણ નજરથી દૂર રહે તો માતા માટે દરેક ક્ષણને કાપવી મુશ્કેલ બની જાય છે. પરંતુ, આ દરમિયાને એક એવો વીડિયો સામે આવ્યો છે, જે માતા અને બાળકો વચ્ચેના સંબંધને કલંકિત કરી રહ્યો છે. એક મહિલાએ તેના બે નાના બાળકોને કારની બહાર ઊભા રાખ્યા અને કારની અંદર તેના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવા લાગી.આ સમગ્ર ઘટનાનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે નાના બાળકો એક પાર્કિંગ જગ્યામાં કારની બહાર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે અને તેમની માતા કારની પાછળની સીટ પર તેના બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધી રહી છે. બાળકો કારના દરવાજા ખોલાવવા માટે સતત રડતા જોવા મળી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી માતા દરવાજો ખોલતા નથી. ‘ધ સન’ના રીપોર્ટ અનુસાર, આ ઘટના આર્જેન્ટિનાના લા પ્લાટા શહેરમાં સ્થિત પરેરા અરેઓલા પાર્કની છે. પાર્કમાં હાજર એક વ્યક્તિએ જ્યારે બાળકોને આ હાલતમાં જોયા તો તેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો.

આ બાળકોમાં બહેનની ઉંમર પાંચ વર્ષ અને નાના ભાઈની ઉંમર માત્ર બે વર્ષ જણાવવામાં આવી રહી છે. પાર્કમાં ફરતા અન્ય કેટલાક લોકોએ પણ બાળકોને રડતા જોયા તો તેઓ તેમની પાસે પહોંચ્યા. સ્થળ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે બાળકોને રડતા જોઈને પહેલા તો પાર્કમાં ચાલતા લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ જ્યારે તેમને વાસ્તવિકતાની જાણ થઈ તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વ્યક્તિએ જણાવ્યું કે બાળકો રડતા હતા અને વારંવાર તેમની માતાને કારનો દરવાજો ખોલવા માટે કહી રહ્યા હતા, પરંતુ માતાએ દરવાજો બંધ કરી દીધો અને તેના બોયફ્રેન્ડ સાથે રોમાન્સમાં વ્યસ્ત થઈ ગઇ.

જ્યારે મહિલાએ લાંબા સમય સુધી કારનો દરવાજો ન ખોલ્યો તો ત્યાં હાજર લોકોએ પોલીસને ફોન કરીને મામલાની જાણ કરી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કપલની ધરપકડ કરી. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કારમાં 28 વર્ષની મહિલા સાથે હાજર વ્યક્તિ તેનો બોયફ્રેન્ડ છે, જેની સાથે મહિલાની મુલાકાત થોડા દિવસો પહેલા થઈ હતી.

Shah Jina