રાજકોટની યુવતીએ સોશિયલ મીડિયામાં નામના વધારવા ખુલ્લેઆમ બંદૂક લઈને વીડિયો બનાવ્યો, વાયરલ થતા જ થયું એવું કે… જુઓ

આજે મોટાભાગના લોકોને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવું છે, પોતાના ફોલોઅર્સ વધારવા છે, તેમના વીડિયો ઉપર વ્યૂવ્ઝ જોઈએ છીએ, હજારોની સંખ્યામાં લાઈક જોઈએ છીએ અને આવું કરવા માટે તે કંઈપણ કરતા હોય છે, ઘણીવાર તો આના ચક્કરમાં ઘણા લોકો કાયદો પણ હાથમાં લઇ લેતા હોય છે, આવા કામમાં માત્ર પુરુષો જ નહિ મહિલાઓ અને યુવતીઓ પણ જોવા મળે છે, જેનો એક તાજો જ મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે.

રાજકોટમાંથી હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી  રાત્રીના સમયે બંદૂક લઈને ફાયરિંગ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ યુવતીનું નામ તૃપ્તિ સાવલિયા હોવાનું સામે આવ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં “લોગ પહચાને જાતે હે” નો ડાયલોગ પણ મુકવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી લીધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ તૃપ્તિ સાવલીયાએ તેના પતિ દિલીપ સાવલિયાની પરવાના વાળી દોઢ લાખની રિવોલ્વર લઈને બે અઢી માસ પહેલા 150 ફૂટ રિંગ રોડ વાજડી વેજ ગામ તરફના રસ્તા ઉપર રાત્રે 10:30 કલાકની આસપાસ ફાયરિંગ કરીને આ વીડિયો બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

પોલીસે આ મામલામાં રિવોલ્વર પણ કબ્જે કરી લીધી છે. ત્યારે પોલીસે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મહિલાએ સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ વધારવા માટે પતિના પરવાના વાળી બંદૂકથી ફાયરિંગ કરીને વીડિયો બનાવ્યો હતો, જેના બાદ હવે પોલીસ પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

Niraj Patel