છોડના નીકળ્યો તો આખો પોટ જ લઇને ભાગી ગઈ માસી, કૅમેરામાં કેદ થઇ ચોરી, લોકોએ કહ્યું આ કોની માતા છે?

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે. તમે જ્વેલરી શોપમાંથી જ્વેલરીની ચોરી કરતા અથવા કપડાની દુકાનમાંથી કપડાની ચોરી કરતા લોકોના વીડિયો જોયા હશે, પરંતુ હાલના સમયમાં લોકો છોડની ચોરી કરતા પણ જોવા લાગ્યા છે.

હાલમાં વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા છોડ સાથે પોટ ચોરી કરતી જોવા મળે છે.આ વાયરલ થયેલા સીસીટીવી વીડિયોમાં તમે જોશો કે મહિલા સ્કૂટર પર રસ્તા પર જઈ રહી હોઈ છે અને ફ્લાવર પોટ જોતા જ તે સ્કૂટર રોકે છે. પહેલા નીચે ઉતર્યા પછી, તે કદાચ પોટમાંથી છોડને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે છોડ બહાર આવતો નથી, ત્યારે તે પોટને ઉંચકી અને તેને સ્કૂટર પર મૂકી દે છે અને નીકળી જાય છે.

મહિલા આ બધું આરામથી કરી રહી હોય તેવું લાગે છે જાણે કે તેને પકડાઈ જવાનો ડર ન હોય.સૌથી આશ્ચર્યની વાત એ છે કે તે આ કામ રાત્રે કે અંધારામાં નહીં પરંતુ રસ્તા પર દિવસના અજવાળામાં કરે છે. આ વીડિયો Xના હેન્ડલ @gharkekalesh પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 44 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ પોસ્ટ જોયા બાદ ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે.

ઘણા યુઝર્સ સમજવા માંગે છે કે પોટ્સ ચોરી કરવાની શું જરૂર હતી. એક યુઝરે લખ્યું છે- પેટ્રોલ અને સ્કૂટર માટે પૈસા છે પરંતુ 100-50 રૂપિયાના ફ્લાવરપૉટની ચોરી કરવી બહુ વધારે છે.અન્ય એક યુઝરે લખ્યું છે કે ભાઈ આ કેવો નવો ટ્રેન્ડ છે, પોટ ચોરવાથી શું મળશે. અન્ય એક યુઝરે લખ્યું છે – આજકાલ ઘણી મહિલાઓ માને છે કે અમીર ઘરના મની પ્લાન્ટ તેમના ઘરમાં લગાવવાથી સમૃદ્ધિ આવે છે. એક વ્યક્તિએ લખ્યું છે – મહિલાઓ હંમેશા ફૂલોની ચોરી કરતી રહે છે અને તે પણ વહેલી સવારે પૂજાના નામે. યુઝર્સે આના પર જોરદાર કમેન્ટ કરી છે.

Devarsh
error: Unable To Copy Protected Content!