પહેલાના સમયમાં લોકો પોતાના બાળકોને ફક્ત ભણવા માટે જ શાળાએ મોકલતા હતા. પરંતુ હવેના સમયમાં આ વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે શાળાઓમાં, અભ્યાસની સાથે, બાળકોને રમતગમત અને સંગીત પણ શીખવવામાં આવે છે. અને અલગ અલગ એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. અને માતાપિતા પણ ઉત્સાહથી તેમના બાળકોને વધારાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં હોય છે. હાલમાં એક વીડીયો કે જે સોશિયલ મીડીયામાં વાઇરલ થઈ રહ્યો છે.
જી હા.આજે અમે તમને એક સ્કૂલ મેડમનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. વાયરલ વીડિયોમાં, તમે જોશો કે એક મેડમ તેમના બે વિદ્યાર્થીઓ સાથે મરૂન રંગની સાડી પહેરીને ડાન્સ કરી રહ્યા છે. ત્રણેય જોરશોરથી કમર હલાવે છે. પણ પાછળના છોકરાઓ બીજા કોઈ કામમાં વ્યસ્ત દેખાયા. હવે તમને જણાવી દઈએ કે વીડિયોમાં સાડી પહેરેલી મહિલાનું નામ શ્વેતા ગર્ગ છે. જ્યારે અમે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કર્યું, ત્યારે અમને ખબર પડી કે તે એક ડાન્સ ટીચર છે જે બાળકોને ડાન્સ શીખવે છે. ઇન્સ્ટાગ્રામ પર 9 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે. તે પોતાને અભિનેત્રી પણ કહે છે. તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ સંબંધિત વીડિયો શેર કરે છે. પરંતુ વિદ્યાર્થીનીઓ સાથે ડાન્સ કરતો તેનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો.
View this post on Instagram
વીડિયો શેર કરતા તેણીએ કેપ્શનમાં લખ્યું, ‘તમારો મનપસંદ વિષય કયો છે?’ આ વીડિયોમાં તે ભોજપુરી સિંગર નીલકમલ સિંહના ગીત ‘મોર સાદિયા કમરિયા સે ખુલાલ યે રાજા કી આયે-હાયે’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હાલ આ વીડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, અને લોકો કોમેન્ટ પણ કરીરહ્યા છે.