શુઝમાં કાંણું પાડીને બોલર કેમ કરે છે બોલિંગ ? કારણ જાણી ઉડી જશે હોંશ

ક્રિકેટના મેદાન પર બહુ ઓછા લોકોએ એ દૃશ્ય જોયું હશે, ફાસ્ટ બોલરો ઘણીવાર આગળના ભાગમાં કાણાંવાળા શુઝ પહેરી બોલિંગ કરે છે. આવું કેમ હોય છે તેનું કારણ જાણીને તમે ચોંકી જશે. બોલિંગ કરતા પહેલા જોફ્રા આર્ચર અને મોહમ્મદ શમી જેવા ફાસ્ટ બોલરો આગળના ભાગમાં કાણાવાળા જૂતા પહેરે છે. તાજેતરમાં IPL 2025 દરમિયાન, જોફ્રા આર્ચર પણ તેના શુઝમાં કાણું પાડતો જોવા મળ્યો હતો. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ઘણી ઇન્ટરનેશનલ મેચોમાં કાણાવાળા શુઝ પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો છે.

ફાસ્ટ બોલરો આવું એટલા માટે કરે છે કે જ્યારે તેઓ રન-અપ પછી જમીન પર પગ મૂકે છે, ત્યારે જૂતાને કારણે તેમના અંગૂઠાને ઈજા ન થાય. જૂતામાં કાણાને કારણે બોલરના અંગૂઠાને વધુ જગ્યા મળે છે અને બોલ ફેંકતી વખતે પગને જમીન પર ઉતારવામાં સરળતા રહે છે. આનાથી પગ પર વધારાનું દબાણ આવતું નથી અને ઈજા થવાનું જોખમ પણ ઓછું રહે છે. જ્યારે કોઈ ફાસ્ટ બોલર રન-અપ પછી ઝડપથી જમીન પર પગ મૂકે છે, ત્યારે તેને મોટા અંગૂઠાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં, IPL 2025 દરમિયાન, રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર તેના જૂતામાં કોઈ તીક્ષ્ણ વસ્તુથી કાણુ પાડતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં બોલરને ઘણા લાંબા સ્પેલ્સ ફેંકવા પડે છે. અંગૂઠામાં ઈજાથી બચવા માટે, વિશ્વભરના બોલરો જૂતામાં અંગૂઠાની નજીક કાણા પાડે છે. કેટલાક કિસ્સાઓમાં તો જૂતામાં કાણા નખના ચેપને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ઝડપી બોલરોમાં સામાન્ય છે કારણ કે તેમના પગમાં વધુ પરસેવો થાય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!