ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, 77 વર્ષે લંડનમાં લીધા અંતિમ શ્વાસ, ક્રિકેટજગતમાં શોકનો માહોલ

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું આજે લંડનમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ તરફથી રમ્યા હતા. તેઓએ ભારત માટે 1979 થી 1883 દરમિયાન 33 ટેસ્ટ મેચ અને 15 વન-ડે રમી હતી.

દિવંગત પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર ખૂબ જ શાનદાર હતું. તેમણે 32 વર્ષની ઉંમર એટલે કે વર્ષ 1968-69માં ડેબ્યૂ કર્યું હતું અને 1986માં નિવૃત્તિ લેતા પહેલા કુલ 238 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કુલ 898 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેમણે મુખ્યત્વે બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેઓ રણજી ટ્રોફીમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી હતા. તે સૌરાષ્ટ્ર માટે પણ રમ્યા હતા. તેમનો ઈગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પણ પ્રભાવ હતો, જ્યાં તેઓ નોટિંગહામશાયર અને વોરવિકશાયર માટે રમ્યા હતા. નોટિંગહામશાયર સાથે ચાર સીઝનમાં તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 157 વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્ર તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા દિલીપ દોશીએ ભારતમાં સૌરાષ્ટ્ર અને બંગાળ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. તેમણે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર અને વોરવિકશાયરનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. કુલ મળીને તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ લીધી હતી.22મી ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને હવામાં બોલ સ્પિન કરવાની ક્ષમતાથી ક્રિકેટર જગતમાં પોતાની અલગ છાપ છોડી હતી.

BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ દુ:ખ વ્યક્ત કર્યું દિલીપ દોશીના નિધન પર BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું, ‘આ મારા માટે ખૂબ જ પીડાદાયક અને વ્યક્તિગત નુકસાન છે. દિલીપ માત્ર મહાન ક્રિકેટરોમાંના એક નહોતા, પરંતુ મારા જાણીતા શ્રેષ્ઠ માણસોમાંના એક પણ હતા. તેમનું ઉમદા હૃદય, પ્રામાણિકતા અને રમત પ્રત્યેનું અમૂલ્ય સમર્પણ તેમને ખરેખર ખાસ બનાવતું હતું. ‘

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર જયદેવ શાહે કહ્યું, ‘દિલીપ દોશી તેમના માટે કાકા જેવા હતા. તેમનું નિધન ક્રિકેટ જગત માટે અને આપણા બધા માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમનો વારસો, એક ખેલાડી અને એક વ્યક્તિ બંને તરીકે, આપણા હૃદયમાં અને ક્રિકેટના ઇતિહાસમાં જીવંત રહેશે. આ મારા માટે એક અતિ પીડાદાયક અને વ્યક્તિગત નુકસાન છે. તેઓ ફક્ત એક મહાન ક્રિકેટર જ નહોતા – તેઓ મારા કાકા, મારા માર્ગદર્શક અને એવા વ્યક્તિ હતા, જેમને મેં મારા જીવનભર માન આપ્યું હતું.’ દિલીપ દોશીની ગણતરી મહાન સ્પિનરોમાં થાય છે. ભારત માટે મોડેથી ડેબ્યૂ કરવા છતાં, તેમણે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી અને ખરા મેચ વિનર રહ્યા.

Raina
error: Unable To Copy Protected Content!