“યુઝવેન્દ્ર ચહલે કરિયર બનાવી દીધુ..” RJ મહવશે આપ્યો એવો જવાબ કે લોકોની બોલતી કરી બંધ, જુઓ VIDEO

‘ટેલેન્ટની વાત કરો છો, બે બુક લખી ચૂકી છે…’ RJ મહવશે ટ્રોલર્સને ખૂબ સંભળાવી ખરી-ખોટી, આપ્યો કરારો જવાબ- જુઓ વીડિયો

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા પછી RJ મહવશનું નામ ખૂબ ચર્ચામાં છે. વાસ્તવમાં તેનું નામ યુઝવેન્દ્ર સાથે જોડવામાં આવી રહ્યું છે. બંનેને ઘણી વાર સાથે જોવામાં આવ્યા છે. જો કે મહવશે ઘણી વાર સ્પષ્ટતા કરી છે કે તે બંને ફક્ત સારા મિત્રો છે, પરંતુ ટ્રોલ કરનારાઓ આ વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી, કેટલાક કહે છે કે યુઝીના ધનશ્રી સાથેના લગ્ન મહવશના કારણે તૂટી ગયા, જ્યારે ઘણા લોકો એમ પણ કહે છે કે મહવશ ખ્યાતિ અને કારકિર્દીમાં આગળ વધવા માટે યુઝી સાથે છે.

હવે મહવશે પોતે આનો કરારો જવાબ આપ્યો છે, તે પણ સબૂત સાથે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહવશે તેની આખી કરિયર જર્ની શેર કરી, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેણે વર્ષોથી સખત મહેનતથી કેવી રીતે પ્રગતિ કરી છે અને તેને આગળ વધવા માટે કોઈની જરૂર નથી કારણ કે તે તેની કારકિર્દીમાં પહેલેથી જ ખૂબ સફળ છે. પોતાના વીડિયોના કેપ્શનમાં મહવશે લખ્યું છે, “જ્યાં સુધી તમે તમારા માટે નહીં બોલો, ત્યાં સુધી કોઈ તમારા માટે નહીં બોલે.”

મહવશે પુરાવાઓ સાથે ઘણું બધું કહ્યું છે. તેની કારકિર્દીની ઝલક બતાવતા તેણે કહ્યું, “હું 2019 થી આ ઇન્ડસ્ટ્રીમાં છું. આવો, હું તમને બતાવું કે આ બધા પહેલા મેં શું કર્યું છે.”વીડિયોમાં મહવશ ધોની, વોટસન, ગેલ અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો સાથે જોઈ શકાય છે. એક યુઝરે કમેન્ટ કરી કે તે પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે ચહલની મદદ લઈ રહી છે. આ કોમેન્ટ પોસ્ટ કરતી વખતે, મહવશે લખ્યું, “છોટુ, તું જન્મ્યો પણ નહોતો ને ત્યારથી હું ક્રિકેટ કવર કરી રહી છું. વોટ્સએપ યુનિવર્સિટીના ફોરવર્ડ કરેલા મેસેજ વાંચશો નહીં.”

મહવશે બીજી એક કમેન્ટ પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું કે, “યુઝી ભાઈના કારણે, મેં મોટા લોકોને મળવાનું શરૂ કર્યું.” આ કોમેન્ટ શેર કરતી વખતે મહવશે ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથેની પોતાની તસવીરો શેર કરી. આમાં તે આયુષ્માન ખુરાના, રાજપાલ યાદવ, મનોજ બાજપેયી, અનન્યા પાંડે, સલમાન ખાન સહિત અનેક સાથે જોવા મળે છે. આ સાથે, તેણે એક કમેન્ટ પોસ્ટ કરી જેમાં તેના ટેલેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

જેના માટે મહવશે કહ્યું, “હું એક વૈજ્ઞાનિક પિતાની પુત્રી છું. મેં બે પુસ્તકો લખ્યા છે.” મહવશની પોસ્ટ પર ઘણા યુઝર્સે રમુજી ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, “અરે, તમે ભાવુક થઈ ગયા.” બીજાએ લખ્યું, “એક યોગ્ય જવાબ.” એકે લખ્યું, “તે વધુ પ્રતિભાશાળી છે અને તેને બીજાઓ પાસેથી લાઈમલાઈટ મેળવવાની જરૂર નથી. એટલે મિત્રો, જ્યારે આપણે બધા શાળા અને કોલેજમાં ભણતા હતા ત્યારે તે આ ઇન્ડસ્ટ્રીમાં હતી, કૃપા કરીને વિચારો અને જાણકાર અભિપ્રાય આપો.”

તાજેતરમાં એક પોડકાસ્ટમાં આરજે મહવાશે યુઝવેન્દ્ર સાથેના તેના સંબંધોની અફવાઓ વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે, “હું બિલકુલ સિંગલ છું અને આજના સમયમાં મને લગ્નનો ખ્યાલ સમજાતો નથી. હું એવી વ્યક્તિ છું જે ફક્ત ત્યારે જ ડેટ કરે છે જ્યારે લગ્ન કરવાના હોય, હું કેઝ્યુઅલ ડેટ પર નહીં જાઉં. કારણ કે હું ફક્ત તે જ વ્યક્તિને ડેટ કરીશ જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. હું બિલકુલ ‘ધૂમ’ ફિલ્મના વ્યક્તિ જેવી છું, જે તેની પત્ની અને બાળકોને બાઇક પાછળ બેઠેલા જુએ છે. મને લગ્નનો ખ્યાલ સમજાતો નથી, તેથી હું હમણાં તેના વિશે વિચારી રહી નથી.”

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

Previous Article

ડ્રેસિંગ રૂમમાંથી આવ્યો દિલ સ્પર્શી વીડિયો, KL રાહુલે પંત સામે કેમ જોડ્યા હાથ, જોઈ તમે પણ વિચારમાં પડી જશો!

Next Article

ગમરોળશે ગુજરાત: હવે આ તારીખ સુધી આંધી-તોફાન સાથે મેઘરાજાનું તાંડવ ! અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!