એક મહિલા બોડી બિલ્ડરના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે ! કારણ કે આ વીડિયોમાં તે પોતાના બાઈસેપ્સને ફ્લેક્સ કરતી જોવા મળી રહી છે. જો કે, લોકોના આશ્ચર્યચકિત કરવાનું કારણ ફક્ત તેનું મજબૂત શરીર જ નહીં, પણ તેનો દુલ્હનનો દેખાવ પણ છે.
વાયરલ વીડિયોમાં તે દુલ્હનની જેમ સજેલી છે, પરંતુ તેનું મજબૂત શરીર કહી રહ્યું છે કે તે બોડી બિલ્ડિંગની બાબતમાં છોકરાઓથી બિલકુલ પાછળ નથી. chitra_purushotham ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ઘણા વીડિયો અને ઘણી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોતાના બાઈસેપ્સને ફ્લેક્સ કરીને પ્રખ્યાત થયેલી આ મહિલાનું નામ ચિત્રા પુરુષોત્તમ છે, જે કર્ણાટકની એક લોકપ્રિય બોડીબિલ્ડર છે.
View this post on Instagram
અહેવાલ મુજબ, ચિત્રાએ મિસ ઈન્ડિયા ફિટનેસ એન્ડ વેલનેસ, મિસ સાઉથ ઈન્ડિયા, મિસ કર્ણાટક, મિસ બેંગ્લોર જેવી ઘણી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓ જીતી છે. ચિત્રા ઈન્સ્ટાગ્રામ પર @chitra_purushotham નામથી લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર તેના 128K ફોલોઅર્સ છે.
View this post on Instagram