હિંદુ નામથી આ મુસ્લિમ એક્ટ્રેસે કમાવ્યુ ખૂબ નામ, 9 વર્ષ સુધી રહી પથારીવશ, ખૂબ જ દર્દનાક મોત

14 ફેબ્રુઆરીના રોજ જન્મેલી બોલિવૂડની દિવંગત અભિનેત્રી મધુબાલાનું સાચું નામ મુમતાઝ જહાં બેગમ દહલવી હતું. બોલિવૂડની એવરગ્રીન બ્યુટી ગણાતી મધુબાલાની સુંદરતાની દુનિયા પાગલ હતી. મધુબાલા 50ના દાયકામાં દર્શકોના દિલ પર રાજ કરતી હતી. મધુબાલા તે સમયની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી, જો કે પ્રોફેશનલ લાઇફની સાથે સાથે મધુબાલા તેના અંગત જીવન માટે ઘણી ચર્ચામાં રહી હતી.

મધુબાલા ખાસ કરીને દિલીપ કુમાર સાથેના પ્રેમ અને બ્રેકઅપ બાદ કિશોર કુમાર સાથે લગ્નને કારણે ચર્ચામાં રહી હતી. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે બોલિવૂડની ટ્રેજેડી ક્વીનને દિલીપ કુમાર પહેલા ખૂબ જ નાની ઉંમરે પ્રેમ થઇ ગયો હતો. મધુબાલાએ ઘણી નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ. તેણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1942માં આવેલી ફિલ્મ ‘બસંત’થી ડેબ્યૂ કર્યું હતું. તેની લીડ એક્ટ્રેસ તરીકે પહેલી ફિલ્મ 1947માં આવી હતી.

ફિલ્મ ‘નીલ કમલ’માં તેણે અભિનય કર્યો જેમાં બેગમ પારા અને રાજ કપૂર પણ હતા. ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન મધુબાલાની બહેન મધુર ભૂષણને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દિલીપ કુમારના પ્રેમમાં પડ્યા પહેલા મધુબાલા પ્રેમનાથ સાથે પ્રેમ કરતી હતી ? આના પર મધુબાલાની બહેને હામાં જવાબ આપ્યો હતો. તેણે કહ્યું, “પરંતુ તે દિવસોમાં હિંદુ અને મુસ્લિમો લગ્ન કરતા ન હતા. આજે જમાનો બદલાયો છે.

મારા પિતાએ તેમના સંબંધો સામે વાંધો ઉઠાવ્યો હતો.” આ વિશે વાત કરતાં તેણે કહ્યું, “તે તેના માટે મુશ્કેલ નહોતું. તે ટૂંકા સમયનો સંબંધ હતો. બંને પોતાની કારકિર્દી બનાવવા માંગતા હતા. તે એવું હતું કે છોકરો છોકરીને મળે છે અને તેઓ એકસાથે ભવિષ્યના સપના જોવાનું શરૂ કરે છે. આ પહેલીવાર નહોતુ જ્યારે મધુરે પ્રેમનાથ માટે મધુબાલાના પ્રેમ વિશે વાત કરી છે. પ્રેમનાથ કરીના કપૂરના નાના હતા.

2013માં પણ તેણે ફિલ્મફેરને જણાવ્યું હતું કે અભિનેત્રી અગાઉ પ્રેમનાથ સાથે પ્રેમમાં પડી હતી, પરંતુ આ સંબંધ ફક્ત છ મહિના જ ચાલ્યો અને ધર્મના આધારે તૂટી ગયો. મધુરે કહ્યું હતું કે પ્રેમનાથ ઇચ્છતા હતા કે મધુબાલા ધર્મ પરિવર્તન કરે પણ તેણે ના કહી દીધી. બાદમાં મધુબાલા દિલીપ કુમારની નજીક આવી, જો કે આ સંબંધ પણ આગળ વધી શક્યો નહીં. લંડનમાં સારવાર માટે જતા પહેલા તેણે 1960માં કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા.

1969માં તેના મોત સુધી તે પરણિત રહ્યા. લંડન જતા પહેલા, ડોકટરોએ તેને કહ્યું હતું કે તેની પાસે જીવવાના માત્ર બે વર્ષ છે, પરંતુ તે નવ વર્ષ સુધી પથારીવશ રહી હતી. મધુબાલાને ભારતની મર્લિન મુનરો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે મુગલ-એ-આઝમ, મિસ્ટર એન્ડ મિસિસ ’55, ચલતી કા નામ ગાડી, હાફ ટિકિટ, હાવડા બ્રિજ, કાલા પાની અને બરસાત કી રાત સહિતની કેટલીક આઇકોનિક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Shah Jina
error: Unable To Copy Protected Content!