દિશા પટનીએ બર્થ ડે પર શરમ આવે એવું ટોપ પહેર્યું, ઉપરનું તો ચોખ્ખું દેખાયું, જુઓ
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ 13 જૂને તેનો 33મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ દિવસે તેણે રાધા-કૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. દિશાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આની એક ખાસ ઝલક પણ શેર કરી છે. આ દરમિયાન મૌની રોય પણ તેની સાથે જોવા મળી હતી. દિશા પટનીએ તેના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની બે ખાસ તસવીરો પણ શેર કરી જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ.
દિશાએ તેના જન્મદિવસ પર રાધા-કૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી મૌની રોય પણ દિશા સાથે જોવા મળી હતી. આ દરમિયાન બંને મિત્રો રાધા-કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. દિશાએ પહેલી તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, ‘ધન્ય સવાર’ અને બીજી તસવીર સાથે લખ્યું, ‘હરે કૃષ્ણ.’
દિશાએ તેના જન્મદિવસ નિમિત્તે ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. દિશાએ બેબી પિંક કલરનો સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ દરમિયાન મૌની રોયે વ્હાઇટ સાડી પહેરી હતી. દિશા અને મૌનીનો આ લુક તેમના ચાહકોને ખૂબ ગમ્યો. આ ઉપરાંત દિશાએ કેક કટિંગમાં ગ્લેમરસ લુક કેરી કર્યો હતો, તેણે ડીપનેક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ પહેલા મૌની રોયે એક ખાસ પોસ્ટ શેર કરી દિશાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
દિશા સાથેની ઘણી તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, ‘મારી રહસ્યમય, મોહક, સૌથી સુંદર નાની બહેનને જન્મદિવસની શુભકામનાઓ. મારી શ્રેષ્ઠ મિત્ર અને પ્રિન્સપૈસા.’ ચાહકો અભિનેત્રીની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને દિશાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૌની અને દિશા વર્ષોથી ગાઢ મિત્રો છે.
View this post on Instagram