ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જરાતમાં વરસાદી માહોલ જામવાની શરુઆત થઈ રહી છે, ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના પ્રારંભ અને ગુજરાતમાં ધમાધમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ ગઢડામાં 13.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાલીતાણામાં 24 કલાકમાં 11.9 ઇંચ, સિહોરમાં 11.6, બોટાદમાં 11 ઇંચ અને ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભુક્કા બોલાવશે. તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે,
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રાજ્યમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આજથી એટલે કે મંગળવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂન મહિનાના અંતમાં તેમણે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
જૂનના અંતિમ અઠવાડિયામાં તારીખ 17, 18 અને 19 જૂનમાં ઘણાં ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તારીખ 17, 18 અને 19 જૂનમાં ઘણાં ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ, નવસારી, સુરત, વલસાડ, ખંભાત, નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ આ તરીખો દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
ત્યારબાદ જૂનના અંતિમ અઠવાડિયામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે 26થી 30 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે.
26થી 30 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જેવા કે સુરત, વલસાડ, આહવા, ડાંગ, તાપી, નર્મદામાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. 26થી 30 તારીખમાં થનારા વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.