પ્રેમલગ્ન, છૂટાછેડા બાદમાં દગો..લાચાર પતિ! સુરતના વેપારીનો આપધાત, પ્રેમી સાથે મળી મહિલાએ પૂર્વ પતિને મરવા કર્યો મજબૂર

સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સ્યુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડીઓના આધારે તેની પૂર્વ પત્ની અને તેના 11 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડીયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્ત્વ રેસિડન્સી ડી-02/402 માં રહેતા 65 વર્ષીય મસુખભાઈ ટપુભાઈ સાટોડીયાનો પુત્ર જયદીપ ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો. નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયું ઘર નં.65 માં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દિકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી.શીતલ જયદીપને વાળ પકડીને માર પણ મારતી અને ગાળો આપતી હતી.ઘરમાં ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઇ જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી.


જોકે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી.તે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસીટી તથા દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકીઓ પણ આપતી. 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંનેએ છૂડાછેડા લીધા હતા. દરમિયાન,બાદમાં શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી-પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો અને બાદમાં પિતા વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા ત્યારે ચોથી રાત્રે જયદીપે મોટા વરાછા દુખીયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે કાપોદ્રાની પી.પી.માણીયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.મૃતકના પિતાએ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી


જયદીપની અંતિમ વિધી બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વીડીઓ મળ્યા હતા, જયદીપે ઝેરી દવા પીધી તે પહેલાનો આશરે એક ત્રીસ મિનિટનો એક વિડીયો તથા બીજો વિડીયો પંદર મીનીટ અઠીયાવીસ સેકન્ડ તથા ત્રીજો વિડીયો આઠ મીનીટ વીસ સેકન્ડનો બનાવી તેમાં પણ સ્યુસાઈડ નોટમાં જે વાત લખી હતી તે વર્ણવી હતી.જેમાં પૂર્વ પત્ની શીતલ અને તેના મિત્રોના ત્રાસ અંગે કહ્યું હતું. સાથે જ સુસાઈડ નોટ અને વીડિયોમાં પત્નીના દગાની વાત કરી હતી.તેના આધારે જયદીપના પિતા મનસુખભાઈએ ગતરોજ ઉત્રાણ પોલીસ મથકમાં શીતલ અને તેના મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ કેસની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.યુ. બારડ દ્વારા આરોપીઓને ઝડપી પકડી પાડવા માટે તપાસ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે,
શીતલ અને તેના પ્રેમીને હોટલમાંથી ઝડપી પડ્યા હતા.હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Raina
error: Unable To Copy Protected Content!