અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર વિશ્વાસ કુમારનો વધુ એક ચોંકવાનારો વીડિયો! બહાર આવતા જ કર્યું કઈક આવું..

12 જુને અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા દેશમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ નામના શખ્સનો ચમત્કારિક બચાવ થયો હતો. વિશ્વાસ કુમાર રમેશનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પ્લેન ક્રેશ બાદ થયેલા મોટા ધડાકા બાદ ચાલતો ચાલતો બહાર આવતો જોવા મળી રહ્યો છે.

વીડીયોમાં જોઈ શકાય છે કે તે વિમાન દુર્ઘટના પછી તરત જ અકસ્માત સ્થળ પરથી બહાર નીકળતો જોવા મળે છે.આ વ્યક્તિ મોટા ધડાકા બાદ જાતે ચાલીને બહાર આવે છે. આ સાથે તેના હાથમાં મોબાઇલ જેવું પણ કંઈક દેખાઈ રહ્યું છે. 17 સેકન્ડના આ વીડિયોમાં તે બહાર આવતો જોવા મળે છે.

આ ભયાવહ દુર્ધટનામાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અનેક મીડિયા સાથે પણ વાત કરી હતી. સાથે જ વડાપ્રધાને પણ તેમના ખબરઅંતર પૂછ્યા હતા સાથે રાજકીયનેતાઓ એ પણ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. સાથે જ મીડિયાના મિત્રો સાથે વાતચિત કરતાં તેમણે અકસ્માતની વિગતો આપી અને કહ્યું કે તેમની સીટ 11-A હતી. સીટ વિમાનના તે ભાગમાં હતી જે ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર સાથે અથડાઈ હતી. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસે પછી પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો અને વિમાનમાંથી બહાર આવ્યા. તેમણે કહ્યું કે આગને કારણે તેમનો ડાબો હાથ બળી ગયો હતો.

આ ભયાનક અનુભવ શેર કરતાં તેમણે કહ્યું કે તેમણે ફક્ત મુસાફરો અને ક્રૂ સભ્યોના મૃતદેહો જોયા. આ જોઈને તેઓ ખૂબ જ ડરી ગયા. વિશ્વાસે કહ્યું, ‘જે બાજુ હું બેઠો હતો તે હોસ્ટેલ બાજુ નહોતી, તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો. મને બીજા વિશે ખબર નથી, પણ જે બાજુ હું બેઠો હતો તે ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. ત્યાં થોડી જગ્યા હતી. મારો દરવાજો તૂટતાની સાથે જ મેં જોયું કે થોડી જગ્યા હતી અને પછી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને હું બહાર નીકળી ગયો.

વધુમાં કહ્યું, ‘બીજી બાજુ ઈમારતની દિવાલ હતી અને વિમાન તે બાજુ સંપૂર્ણપણે તૂટી પડ્યું હતું. કદાચ એટલા માટે જ કોઈ તે બાજુથી બહાર નીકળી શક્યું નહીં. ફક્ત હું જ્યાં હતો ત્યાં જગ્યા હતી. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. જ્યારે આગ લાગી ત્યારે મારો ડાબો હાથ પણ બળી ગયો. પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીંના લોકો મારી સાથે સારી રીતે વ્યવહાર કરી રહ્યા છે. અહીંના લોકો ખૂબ સારા છે. નોંધનીય છે કે, યુકેના લેસ્ટરના રહેવાસી રમેશ વિશ્વાસ અને અજય બે ભાઈઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા. રમેશે કહ્યું હતું કે, તેમને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. ફક્ત એટલું જ કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે

Raina
error: Unable To Copy Protected Content!