અમદાવાદ પ્લેન કેશ: ગુજરાતે આશાસ્પદ ખેલાડી ગુમાવ્યો, પાંચ દિવસ પછી થયો ખુલાસો, દીર્ધ પટેલનાં સોનેરી સપનાઓ હોમાયા, ક્રિકેટ જગતમાં શોકની લહેર

12 જૂનનોએ ગોજારો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 (787-8 બોઈંગ ડ્રીમલાઈનર) ટેક ઓફ કર્યાની થોડી મિનિટ પછી દુર્ઘટનનો શિકાર બની. આ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.આંખના પલકારામાં પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું. જોતજોતામાં આ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના કરુંણ મોત નિપજ્યાં હતા. જો કે એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ હતા. જેના માટે પરિવરજનોના DNA કર્યા બાદ ઓળખ કરવામાં આવી રહી હતી.

આ દુર્ધટનાના 5 દિવસ બાદ જાણવા મળ્યું કે ફ્લાઈટમાં જીવ ગુમાવનારામાં એક 23 વર્ષના ક્રિકેટરનું પણ મોત નિપજ્યું છે. દીર્ધ પટેલ જે ઈંગ્લેન્ડના લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબથી ક્રિકેટ રમતો હતો. એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર 242માંથી 241 લોકો માર્યા ગયા. જેમાં દીર્ધ પણ સામેલ હતો.

ગુજરાતના 23 વર્ષના દીર્ધ પટેલે યુનિવર્સિટી ઓફ હડર્સફીલ્ડથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો હતો. તે જલદી ટેક ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરવાનો હતો. હડર્સફીલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર દીર્ધ પટેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171માં સવાર એ 242 લોકોમાં સામેલ હતો જે 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે રવાના થઈ હતી.

દીર્ધ એક પ્રતિભાશાળી ક્રિકેટ ઓલરાઉન્ડર હતો અને 2024 સીઝનમાં ઈંગ્લેન્ડની લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે વિદેશી ખેલાડી તરીકે રમ્યો હતો. ક્લબે તેના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે અમે બધા એ સમાચારથી દુખી છીએ. એયર્ડેલ અને વ્હાર્ફડેલ સીનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાએ જણાવ્યું કે દીર્ધ પોતાની નવી નોકરી શરૂ કર્યા બાદ ફરીથી ક્રિકેટ રમવાની યોજના ઘડી રહ્યો હતો. તેના ભાઈ કૃતિક પહેલા પૂલ ક્રિકેટ ક્લબ માટે રમી ચૂક્યો છે. બંને ક્લબોએ વીકેન્ડની મેચ પહેલા એક મિનિટનું મોન રાખીને શ્રદ્ધાંજલિ આપી.

દીર્ધ પટેલની યાદમાં તેના જુના ક્લબ પૂલ ક્રિકેટ ક્લબ અને તાજેતરની ક્લબ લીડ્સ મોડર્નિયન ક્રિકેટ ક્લબના વિકેન્ડમાં થયેલી પોત પોતાની મેચની શરુઆત એક મિનિટના મૌન સાથે કરી. લીડ્સ મોડર્નિયન ક્રિકેટ ક્લબે દીર્ધ પટેલના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું. ક્લબે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ‘અમે બધી દીર્ધના નિધનથી ખૂબ જ દુ:ખી છીએ. ક્લબના તમામ સભ્યાનો સંવેદના તેના પરિવાર અને તેના મિત્રો સાથે છે.

Raina
error: Unable To Copy Protected Content!