રસ્તા પર જીન્સ પહેરી સૂઇ ગઇ છોકરી, ગાડીઓ રોકી મચાવી બબાલ, વીડિયો જોઇ ભડક્યા લોકો

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ફરી એકવાર હવે ઇન્ટરનેટની દુનિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને હાલ ચર્ચામાં પણ છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે તે 3 ઓગસ્ટની રાતનો છે. આ વીડિયોમાં નશામાં ધૂત મહિલા રસ્તા પર સૂઇ રસ્તો જામ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો પૂણેના તિલક રોડનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે,મહિલા રસ્તા પર સૂઇ ટ્રાફિક જામ કરી રહી છે. આ ઘટનાની જાણ પોલિસને થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના રાતના લગભગ 11 વાગ્યાની છે.

તિલક રોડના હીરાબાગ ચોક પાસેની આ ઘટના છે. નશામા ટલ્લી થઇને એક છોકરીએ ઘણો હંગામો મચાવ્યો. રસ્તા પર સૂઇને તે ગાડીઓને રોકતી રહી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, પહેલા લખનઉમાં ખુલ્લેઆમ એક કેબ ડ્રાઇવરને થપ્પડ માર્યા, હવે આ નઝારો પણ જોઇ લો. કેટલાક લોકો આ મામલે એક્શન લેવાની વાત કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે યુવતી કેવી રીતે નશામાં ધૂત થઇ અને રસ્તાને જામ કરી દીધો છે. ટાયરે આ સમગ્ર ઘટનાને ત્યાં રહેલા કોઈ વ્યક્તિએ તેના મોબાઈલ દ્વારા કેદ કરી લીધી હતી, અને તેનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી દેતા તે ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ યુવતીનો એક નહિ પરંતુ બે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. જેમાં યુવતીને બધી જ હદો પર કરતા જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ઘણા લોકો યુવતી ઉપર ફિટકાર પણ વરસાવી રહ્યા છે, હજુ લખનઉની ઘટના શાંત નથી થઇ ત્યાં આ બીજી યુવતીનો આવો વીડિયો જોઈને લોકો આવી યુવતીઓ અને મહિલાઓ ઉપર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

Shah Jina