‘નોકરી જોઇએ તો બોસ સાથે વિતાવવો પડશે ક્વોલિટી ટાઇમ’, મશહૂર કંપનીએ કરી અજીબોગરીબ ડિમાન્ડ

નોકરી શોધી રહેલી યુવતિને કહેવામાં આવ્યુ- બોસ સાથે મોજ કરવી વિતાવવો પડશે, બાદમાં કંપનીએ માગી માફી- જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનમાં મહિલાઓ માટે નોકરી શોધવી એ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. હાલમાં જ એક યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે. અદિના હીરા નામની આ છોકરીએ લખ્યું કે પાકિસ્તાનમાં છોકરી હોવું મુશ્કેલ છે, અને તેનાથી પણ મુશ્કેલ નોકરી શોધવાનું છે.

અદિનાએ X પર તે સ્ક્રીનશૉટ્સ પણ પોસ્ટ કર્યા છે જેમાં તેણે કંપનીના કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. અદિનાએ કહ્યું- નોકરીના બદલામાં તેને બોસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંગે તેણે કંપનીને ફરિયાદ કરી તો બાદમાં કંપનીએ માફી માંગી હતી. ઈસ્લામાબાદ સ્થિત ફર્મ ગીગા ગ્રુપમાં વેકેંસી હતી.

આ વેકેંસી કંપનીમાં એન્ટ્રી લેવલ ટ્રેઇની અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે હતી. કંપનીએ ઈન્ડીડ એપ પર વેકેંસીની જાણકારી આપી હતી. અદિનાએ હાયરિંગ મેનેજર સાથેની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં લખ્યું છે કે- બોસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો પડશે. આ સિવાય અદિના દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં હાયરિંગ મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી કંપનીમાં રહેવા માટે બોસને સહયોગ આપવો પડશે.

હાયરિંગ મેનેજરે લખ્યું છે કે જો તે બોસને દરેક રીતે સહયોગ આપવા તૈયાર હોય તો નોકરીને આગળ વધારી શકાય. જોકે આ પછી અદિનાએ પાછળથી બીજી પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે ફર્મે તેનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે બુખારી તેમના કર્મચારીઓમાં નથી. કંપનીએ આ ઘટના માટે અદિનાની માફી પણ માંગી. બાદમાં ગીગા ગ્રૂપ ઓફ કંપનીએ આ વિશે LinkedIn પર લખ્યું. કંપનીએ કહ્યું કે આ જાહેરાત નકલી છે અને વ્યક્તિનું ગીગા ગ્રુપ સાથે કોઈ જોડાણ નથી.

Shah Jina