44 વર્ષિય મહિલાએ બનાવ્યો તેનાથી 15 વર્ષ નાનો બોયફ્રેન્ડ, બોયફ્રેન્ડ પાસે એવા એવા કામ કરાવે છે કે… આપે છે 11 લાખ સેલેરી

ગજબની શોખીન ધનિક મહિલા છે આ તો…15 વર્ષ નાના બોયફ્રેન્ડને આપે છે 11 લાખ રૂપિયા, જુઓ કેવા કામ કરાવે છે

સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેના રિલેશનશિપને લઇને ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે તેનો બોયફ્રેન્ડ ઉંમરમાં તેનાથી 15 વર્ષ નાનો છે. જેને તે ફિક્સ સેલેરી આપે છે. મહિલાએ સોશિયલ મીડિયા પર તેની આ રિલેશનશિપ વિશે બીજુ ઘણિ જણાવ્યુ હતુ. જણાવી દઇએ કે, આ મહિલાનું નામ જૂલી છે. જૂલી નામની મહિલાએ ટીકટોક એકાઉન્ટ @julie.withthebooty પર તેના બોયફ્રેન્ડ વિશે જણાવ્યુ કે, તે 44 વર્ષની છે અને તેનો બોયફ્રેન્ડ 29 વર્ષનો છે.

જૂલીએ કહ્યુ કે, તે તેના બોયફ્રેન્ડ પર સારા એવા પૈસા ખર્ચ કરે છે. કારણ કે તે તેની પાસે કંઇ પણ કરાવી શકે. જૂલી તેના બોયફ્રેન્ડને ખાવાનું બનાવાથી લઇને પુલની સફાઇ સુધી ઘરના બધા કામ કરાવે છે. મહિલાએ પોતાના ટીકટોક વીડિયોમાં જણાવ્યુ કે, આ માટે તે બોયફ્રેન્ડને બધી જ વસ્તુઓ લાવીને આપે છે, જે તેને જોઇએ. તે એક મહીનામાં તેના પર 15 લાખ રૂપિયા ખર્ચી ચૂકી છે.

જૂલી કહે છે કે સેલેરી બદલે તેનો બોયફ્રેન્ડ એ બધુ કરે છે જે તે કરાવા માંગે છે. પછી તે ઘરની સફાઇ હોય કે કોઇ બીજુ કામ. બંનેની ઉંમરમાં અંતર હોવાને કારણે લોકો મહિલાને મેણા મારે છે પરંતુ તે તેવા લોકોની પરવાહ કરતી નથી. ધ સન યૂકેના રીપોર્ટ અનુસાર, ઉંમરનું અંતર જોઇ લોકો મહિલાને કહે છે કે જલ્દી જ તેનો બોયફ્રેન્ડ તેને છોડી કોઇ બીજી છોકરી પાસે જતો રહેશે.

આ પર જૂલી કહે છે કે આ વાતનો ડર મારા બોયફ્રેન્ડને હોવો જોઇએ, કે હું એને છોડી ના દઉં. રીપોર્ટ અનુસાર, જૂલી ઘણી અમીર છે અને તેની પાસે બંગલો, કાર અને સારુ એવું બેંક બેલેન્સ છે.

Shah Jina