મમ્મીએ આ નાના ટેણીયાને બેસાડ્યો હોમવર્ક કરાવવા તો કાલાઘેલા અવાજમાં કહ્યું, “હું આ દુનિયાથી કંટાળી ગયો છું અને હવે આ દુનિયામાંથી…” જુઓ મજેદાર વીડિયો

નાના બાળકો ખુબ જ ક્યૂટ હોય છે અને તે જયારે બોલતા હોય છે ત્યારે તેમને સાંભળવાની ખુબ જ મજા આવતી હોય છે. સોશિયલ મીડિયામાં વાલકોની આવી જ ક્યુટનેસના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે, ખાસ કરીને નાના બાળકો જયારે હોમવર્ક કરવા બેસતા હોય છે ત્યારે તેમના રિએક્શન જોવા જેવા હોય છે. હાલ એવા જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બાળપણમાં બાળકોને અભ્યાસથી દૂર ભાગવું અને રમતગમતમાં દિવસો પસાર કરવાનું ગમે છે. જો તે ન મળે તો તેઓ તેમના મનની વાત તેમના માતા-પિતાને કહે છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બાળકો તેમના માતા-પિતાને ફરિયાદ કરે છે કે તેઓ ભણવા નથી માંગતા. તેને માત્ર રમવાનું ગમે છે. આવો જ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક બાળક ભણતો જોઈ શકાય છે. તેને રૂમમાં કોપી પર પેન્સિલ વડે કંઈક લખતો જોઈ શકે છે. જો કે, તેની હરકતો પરથી સમજી શકાય છે કે તેને અભ્યાસમાં બિલકુલ રસ નથી. આવી સ્થિતિમાં બાળકો અભ્યાસ પર ધ્યાન આપવાને બદલે તેમના માતા-પિતા સાથે વાત કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન બાળકની માતાએ પોતાના મોબાઈલનો કેમેરો ખોલ્યો અને બાળક જે કંઈ પણ બોલે છે તે કેમેરામાં રેકોર્ડ કરી રહી છે. વાંચતા વાંચતા બાળકે એવી વાત કહી કે સાંભળીને તમે પણ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Bunny (@daiviksharma28)

વાયરલ થયેલા વીડિયોમાં બાળક તેની માતાને કહે છે, ‘મમ્મી, હું પરેશાન થઈ રહ્યો છું. મને આ દુનિયામાં કેમ લાવવામાં આવ્યો છે. હું આ દુનિયા છોડીને ચાલ્યો જઈશ. હું છોડી દઈશ. આ બોલતા જ બાળક તેની કોપી પર પેન્સિલ મારવા લાગે છે. જો કે, આ દરમિયાન માતાએ આગળ પૂછ્યું કે તું કેમ જઈશ ? તો બાળકે જવાબ આપ્યો, “મારુ આ દુનિયામાં મન નથી લાગતું’ આ પછી, માતાએ પૂછ્યું કે તેને તે કેમ પસંદ નથી, તેણે આખરે જવાબ આપ્યો, “કારણ કે તમે ગંદા છો.” સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel