લગ્નની અંદર કન્યાએ તેની બહેનો અને બહેનપણીઓ સાથે મળીને કર્યું એવું કામ કે છોકરાવાળાના થયા હાલ બેહાલ, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો ધૂમ મચાવી રહ્યા છે, ખાસ કરીને લોકોને લગ્નમાં થતા મસ્તી મજાક જોવાનું ખુબ જ પસંદ હોય છે. ઘણીવાર વરરાજાના મિત્રો હસી મજાક કરતા હોય છે તો ઘણીવાર વરરાજાની સાળીઓ જીજાજી સાથે મસ્તી કરતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમે પણ જાણો છો કે છોકરીઓને પાણીપુરી ખાવાનું કેટલું પસંદ હોય છે. સામાન્ય રીતે શેરીઓમાં પાણીપુરીની લારીઓ છોકરીઓથી ઘેરાયેલી હોય છે. આવી સ્થિતિમાં જો પાણીપુરી લગ્નમાં જોવા મળે તો તેમના માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં માત્ર દુલ્હન જ નહીં પરંતુ તેની બહેનો અને બહેનપણીઓએ પણ અનોખું કામ કર્યું છે. લગ્નના દિવસે દુલ્હન તેની બહેનો અને મિત્રો સાથે લાઈનમાં ઉભા રહીને પાણીપુરી ખાય છે.

વીડિયોની શરૂઆતમાં કેટલીક છોકરીઓ સાથે મળીને પાણીપુરી ખાઈ રહી છે, પરંતુ અંતે જે જોવા મળ્યું તે અલગ હતું. એકસાથે પાણીપુરી ખાવાનો આ વીડિયો અચાનક વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરામાં એક-બે નહીં પરંતુ અનેક યુવતીઓએ એક પછી એક પાણીપુરી ખાધી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘તેઓ પાણીપુરીના ફેન કહેવાય છે.’ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો જાનની રાહ જોવામાં કંટાળો આવે છે તો તમે તમારા મિત્રો સાથે તમારી મનપસંદ પાણીપુરીનો આનંદ માણી શકો છો. તમારા મિત્રોને ટેગ કરો જેમને ખાવાનું પસંદ હોય. આ વીડિયો જોયા બાદ છોકરાઓના ચહેરાના રંગ ઉડી ગયા હતા. બધાએ રમુજી પ્રતિક્રિયાઓ આપી.

Niraj Patel