...
   

માર્ચ મહિનામાં આ તારીખે કાળઝાળ ગરમી સાથે આવી શકે છે વરસાદ, અંબાલાલ પટેલની આવી મોટી આગાહી, જુઓ શું કહ્યું ?

માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, માર્ચ અને એપ્રિલમાં ગુજરાતના આ ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ, જુઓ આગાહી..

Weather Latest Forecast march ambalal : છેલ્લા થોડા દિવસથી રાજ્યના વાતાવરણમાં થોડો પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે થોડી ઠંડી અનુભવાય છે અને દિવસ દરમિયાન ગરમીએ પણ જોર પકડ્યું છે, સાથે જ સવારે ફૂંકાતા પવનમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે.  ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે અને વરસાદ પણ નહિ પડે.

વાતાવરણમાં આવશે પલટો :

તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે, તેમને જણાવ્યું છે કે રાજ્યમાં 24,25 અને 26 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહશે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે.  આ ઉપરાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

હોળી પહેલા માવઠું :

અંબાલાલે હોળી પહેલા પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. તેમને આગાહી કરતા જણાવ્યું કે માર્ચ મહિનાની 15 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.  અંબાલાલની આગાહી પ્રમાણે માર્ચ મહિનાની શરુઆતમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યનાં ભાગોમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે.

એપ્રિલમાં પણ થશે વરસાદ :

તેમને વધુમાં જણાવ્યું કે કેટલાક ભાગોમા છાંટા પડવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવ આવશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ એપ્રિલ મહિના દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. આથી ઉતર ભારત સહિત ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.

Niraj Patel