કિશોરદાના બંગલામાં શરૂ થઇ રહેલા કિંગ કોહલીના નવા રેસ્ટોરન્ટનો લુક આવ્યો સામે, વિરાટે કોમેડિયન મનીષ પોલને કરાવી સેર, જુઓ વીડિયો

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક દિવસોમાં તેનું ફોર્મ પાછું મેળવ્યું છે. એશિયા કપમાં સદી ફટકાર્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટી20 શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. કોહલીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. કોહલીએ માત્ર ક્રિકેટમાં જ નહીં ફૂટબોલમાં પણ રોકાણ કર્યું છે. એટલું જ નહીં તેની પાસે સ્પોર્ટ્સ વેરની કંપની પણ છે. આ સિવાય હવે કોહલી એક રેસ્ટોરન્ટનો માલિક પણ બની ગયો છે. મુંબઈમાં ખુલતી આ રેસ્ટોરન્ટનું નામ ‘One8 Commune’ છે. કોહલીની ‘One8 Commune’ રેસ્ટોરન્ટની દિલ્હીમાં પણ શાખા છે.

યુટ્યુબ પરના એક વિડિયોમા, કોહલીએ જુહુમાં તેની નવી રેસ્ટોરન્ટમાં ચાહકોની મુલાકાત  કરાવી છે. તેના પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે આ રેસ્ટોરન્ટ પીઢ ગાયક કિશોર કુમારના જૂના બંગલાની અંદર ખોલવામાં આવ્યુ છે. કિશોર કુમારના આ બંગલાનું નામ ‘ગૌરી કુંજ’ છે. વીડિયોમાં કોહલીએ જણાવ્યું કે તે શા માટે ગૌરી કુંજમાં રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. આ સાથે તેણે આ અંગે પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.

વીડિયોમાં અભિનેતા મનીષ પોલ સાથે વાત કરતા કોહલીએ કહ્યું- આ સ્વર્ગસ્થ કિશોર દાનો બંગલો છે. તે ખરેખર અમારા ખ્યાલ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. મનીષ પોલે એક રસપ્રદ વાર્તા કહી. તેણે કહ્યું કે એકવાર એક છોકરાને પૂછવામાં આવ્યું કે જો તેને ટાપુ પર એકલો છોડી દેવામાં આવે તો તે કોની સાથે રહેશે ? છોકરાનો જવાબ હતો કિશોર દા. તે છોકરો બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી હતો.

આ પછી મનીષે કોહલીને પૂછ્યું કિશોર દાના બંગલામાં જ રેસ્ટોરન્ટ ખોલવાનું કારણ શું હતું? આના પર કોહલીએ જવાબ આપ્યો હું તેમાં વિશ્વાસ કરું છું, પરંતુ મને નથી લાગતું કે જે થાય છે તે સંયોગ છે. આ બધું થવાનું છે. તેમના ગીતો ખરેખર મને અંગત રીતે સ્પર્શી ગયા છે. જો તે જીવતા હોત, તો તે એકમાત્ર વ્યક્તિ હોત જેમને મળવાનું ગમ્યું હોત. હું હંમેશા કિશોર દાને પસંદ કરીશ કારણ કે તેઓ પ્રભાવશાળી હતા.

કોહલીએ કહ્યું- જે બાબતોમાં હું સામેલ થવા સક્ષમ નથી તેની પાછળ કામ અને મહેનત કરવાની ઈચ્છા નથી. જો હું કોઈ બાબતમાં સામેલ હોઉં તો મને તેમાં સામેલ થવું ગમે છે. તમે તમારો સમય અને તમારો એક ભાગ તેમાં રોક્યો છે. હું આ કરવા માંગતો હતો. અમે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખ્યું છે, ખાસ કરીને ખાવાનું.”

Niraj Patel