હેલ્થ

કપડાને સાફ કરતા વોશિંગ મશીનને કેવી રીતે સાફ રાખવું? હવે ચિંતા કરવાની જરૂર નથી અમે લઈને આવ્યા છે સરળ ઉપાયો, અત્યારે જ વાંચો

આજના મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીનનો ઉઅપ્યોગિ થતો હોય છે, શહેર હોય કે ગામડું લોકોના ઘરમાં હવે વોશિંગ મશીન જગ્યા લેતું જ જાય છે કારણ કે હાથથી કપડાં ધોવામાં મહેનત પણ વધુ જાય અને સમય પણ ઘણો જ બરબાદ થઇ જાય છે જેના કારણે નવી પેઢી વોશિંગ મશીન વસાવી લેવામાં જ માને છે.

Image Source

વોશિંગ મશીન વસાવી લીધું એ તો બહુ સારી વાત છે પરંતુ જયારે વોશિંગ મશીન સાફ કરવાનો સમય આવે ત્યારે જ મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે, કારણ કે વોશિંગ મશીનને સાફ કરવા માટેની યોગ્ય રીત આપણને ખબર નથી હોતી જેના કારણે આપણે માત્ર વોશિંગ મશીન પાસે કપડાં ધોવડાવીએ છીએ પરંતુ તેને સાફ રાખવાનું નથી જાણતા, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને વોશિંગ મશીન કેવી રીતે સાફ રાખી શકાય તેના વિષે કેટલીક માહિતી આપવાના છીએ.

Image Source

ગરમ પાણી:
ફૂલ ઓટોમેટિક મશીન અને તેમાં પણ આજના સમયના વૉશિંગ મશીનમાં સેલ્ફ ક્લિનિંગનું એક સેટિંગ આવે છે જો તમારા મશીનમાં પણ એ સેટિંગ હોય તો તમે તેની અંદર ગરમ પાણી ભરીને સાફ કરી શકો છો, જો આ સેટિંગ ના હોય તો પણ તમે આગળનું ઢાંકણું ખોલી તેની અંદર ગરમ પાણી રેડીને સાફ કરી શકો છો.

Image Source

દાગ-ધબ્બા કાઢવાની રીત:
મશીનની અંદર જો તમને દાગ ધબ્બા વધુ દેખાઈ રહ્યા હોય તો કપડાં ઉપર લગાવવાનું બ્લિચિંગ તેના માટે પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ગરમ પાણીની અંદર બ્લિચિંગ ઉમેરી તેનાથી તમે દાગ ધબ્બા સરળતાથી સાફ કરી શકશો.

Image Source

દરવાજાની આગળના રબરની સફાઈ:
મોટાભાગે જયારે આપણે કપડાં ધોવા માટે મશીનમાં નખોટઃ હોઈએ છીએ ત્યારે અને કપડાં ધોઈને બહાર કાઢ્યા બાદ દરવાજાની પાસે રહેલા રબરમાં પાણી ભરાઈ જતું હોય છે. લાંબા ગાળે આજ ભરાયેલા પાણીમાં ફંગસ જામે છે જેના કારણે રબર પણ ખરાબ થઇ શકે છે અને મશીન પણ. માટે આ રબરને નિયમિત સાફ રાખવું જોઈએ. આ સીલ વાળા રબરને સસફ કરવા માટે સ્પંચ, સાદું ક્લીનર અથવા કાગળના રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ.

Image Source

સેમી ઓટોમેટિક મશીન માટે:
સેમી ઓટોમેટિક મશીનને સાફ કરવા માટે પણ તમે ગરમ પાણી અને બ્લીચનો ઉપયોગ કરી શકો છો, ગરમ પાણી અને બ્લીચને મશીનની અંદર નાકહિં થોડીવાર સુધી મશીન ચાલુ કરી દેવું જેના કારણે એ મિશ્રણ આખા જ મશીનમાં પ્રસરી જાય ત્યારબાદ મશીન બંધ કરી તેને એક કલાક સુધી રહેવા દેવું ત્યારબાદ સ્પંચ અથવા તો કાગળના રૂમાલથી તેને સાફ કરી લેવું.

Image Source

જો તમે બ્લિચિંગ નથી વાપરવા માંગતા તો બજારમાં માલ્ટા ક્લિનરનો પણ ઉપયોગ કરી શકો છો સાથે સફેદ સિરકાનો અને ખાવાના સોડાનો પણ સફાઈ માટે ઉપયોગ કરી શકો છો.

Image Source

ભીના કપડાં મશીનમાં ના રાખવા:
જયારે તમે મશીનની અંદર કપડાં ધોવા માટે નાખો છો અને જયારે કપડાં સંપૂર્ણ ધોવાઈ જાય ત્યાર બાદ તેને તરત ડ્રાયરમાં અથવા તો સુકાવવા મૂકી દેવા જોઈએ કારણ કે ભીના કપડાં અંદર રહેવાના કારણે કપડામાં વાસ આવી શકે છે તેમજ મશીનની અંદર પણ ભીનાશના કારણે ફફંદી ઉત્પન્ન થવાનો ખતરો રહે છે.

Image Source

કપડાં ધોયા બાદ મશીનને ખુલ્લું રાખો:
મશીનમાં કપડાં ધોવાઈ ગયા બાદ તેનું ઢાંકણ તરત બંધ ના કરી દેવું. મશીનમાં રહેલું પાણી બરાબર સુકાઈ ગયું છે તેનું ધ્યાન રાખવું. મશીનમાં રહેલી ભીનાશના કારણે તેની અંદર પણ ફફંદી લાગી જવાનો ખતરો રહે છે જેના કારણે કપડામાં વાસ અને મશીનમાંથી પણ વાસ આવી શકે છે માટે કપડાં કાઢી લીધા બાદ મશીનના ઢાંકણ તરત બંધ ના કરવા.

Image Source

મહિનામાં એકવાર મશીનની સંપૂર્ણ સફાઈ:
મશીને એકદમ સ્વચ્છ રાખવા માટે ઓછામાં ઓછું મહિનામાં એક વાર તો તેની સંપૂર્ણ સફાઈ કરવી જ જોઈએ. ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે મહિનામાં એકવાર મશીનને સંપૂર્ણ સાફ રાખશો તો તમારું મશીન લાંબા સમય સુધી ટકશે તમેજ તમારા કપડાને પણ સુંદર રાખશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.