ગરમા ગરમ મસાલા ઢોસાની એક સાથે 16 પ્લેટો લઇ જતા આ વેટરને જોઈને આનંદ મહિન્દ્રા પણ રહી ગયા હેરાન..કહ્યું- “આને તો ઓલમ્પિકમાં…” જુઓ વીડિયો

વેઇટર પોતાના એક હાથ પર લઈને જઈ રહ્યો હતો ગરમ ગરમ ઢોસાની 16 પ્લેટ, જોઈને આનંદ મહિન્દ્રા પણ થયા પ્રભાવિત… જુઓ વીડિયો

આપણા દેશમાં લોકોની અંદર એવો એવો ગજબનો ટેલેન્ટ પડેલો છે કે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને પણ તેમને સલામ કરવાનું મન થાય. ઘણા લોકો એવા હોય છે જે કામ ખુબ જ સામાન્ય કરતા હોય પરંતુ એ કામમાં તે એવા નિપુણ બની ગયા હોય છે કે તેમના જેવું એ કામ કોઈ બીજું કરી જ ના શકે. આવા ઘણા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

આનંદ મહિન્દ્રાએ મંગળવારે ટ્વિટર પર એક વેઇટરનો વીડિયો શેર કર્યો છે. આ કોઈ સામાન્ય વેઈટર નહોતો.  વેઇટરે આનંદ મહિન્દ્રાને પોતાના કામના કૌશલ્યથી અદ્ભુત રીતે પ્રભાવિત કર્યા હતા. આ વેઇટરના હાથમાં એકસાથે એક કે બે નહીં પરંતુ 16 પ્લેટ ઢોસા હતા. હવે વેઇટરની આ ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ રહી છે અને લાખો લોકો તેના ટેલેન્ટને જોઈને પ્રભાવિત થઇ રહ્યા છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ વાયરલ વીડિયોમાં, એક વેઇટર રસોઇયાને સ્ટીલની પ્લેટ આપતો જોઈ શકાય છે, જે તવામાંથી ગરમ ઢોસા નાખી રહ્યો હતો. તેણે કાળજીપૂર્વક પ્લેટો મૂકી અને તે બધી પ્લેટો માત્ર એક હાથ પર રાખી. જો કે વેઇટરે માત્ર બે-ત્રણ પ્લેટ હાથ પર રાખી ન હતી, પરંતુ એક જ સાથે હાથમાં 16 પ્લેટો સાથે રાખી હતી.

2 મિનિટથી વધુની આ ક્લિપમાં તે હાથમાં 16 પ્લેટ લીધા બાદ ગ્રાહકોને ગરમ ઢોસા પીરસતો જોઈ શકાય છે. મહિન્દ્રાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, આપણે ‘વેઇટર ઉત્પાદકતા’ને ઓલિમ્પિક રમત તરીકે ઓળખવાની જરૂર છે. આ સજ્જન તે ઇવેન્ટમાં સુવર્ણ દાવેદાર હશે.” આ વીડિયોને અત્યાર સુધી 13 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel