ખબર

હવે કોરોના વાયરસ શરીરના આ અંગો ઉપર પણ કરી શકે છે હુમલો, એઇમ્સના ડાયરેક્ટરે આપી મોટી ચેતવણી

દેશમાં સતત છેલ્લા 6 મહિનાથી કોરોના વાયરસનો પ્રકોપ વ્યાપેલો છે અને દુનિયાભરના દેશો આ વાયરસના કારણે પ્રભાવિત બન્યા છે. લાખો લોકો તેની ચપેટમાં આવી ગયા છે. આપણા દેશમાં પણ શરૂઆતમાં લોકડાઉન હવે લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ કોરોના વાયરસના વધુ મામલા સામે આવી રહ્યા છે.

Image Source

25  હજાર કરતા પણ વધુ સંક્રમિત લોકો દેશમાંથી રોજ બહાર આવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું એક મોટું બયાન સામે આવ્યું છે. તેમને કહ્યું છે કે કોરોના ના ફક્ત ફેફસાને જ નુકશાન પહોચાવે છે. ઉપરાંત કિડની, હૃદય અને મગજને ઉપર પણ હુમલો કરી શકે છે.

Image Source

ડો. ગુલેરીયા કોરોના ક્લિનિકલ રિસર્ચ ટાસ્ક ફોર્સ પ્રમુખ પણ છે. તેમને એક મીડિયા સંસ્થાનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોરોના હવે એક “સિસ્ટેમેટિક ડીસીસ” બની ગયું છે. મેડિકલ સાયન્સ અનુસાર એવી બીમારી છે જે શરીરના અલગ અલગ અંગો ઉપર એક સાથે જ હુમલો કરે છે અને તેને “સિસ્ટમેટિક ડીસીસ” કહેવાય છે.

Image Source

ડોક્ટર ગુલેરીયાએ એમ પણ જણાવ્યું કે કોરોનાથી સાજા થેયલા દર્દીઓના ફેફસામાં તકલીફ આવી રહી છે. હાલત એવી છે કે થોડા મહિના પછી એવા દર્દીઓને ઘરે જ ઓક્સિજન આપવાની જરૂર પડે છે.

Image Source

વાયરસના વધતા ખતરા અંગે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે: “આ વાયરસ ખુબ જ ખતરનાક બની ગયો છે.પહેલા અમને લાગ્યું હતું કે આ ફક્ત એક નિમોનિયાની જેમ જ છે પરંતુ ત્યારબાદ દર્દીઓના લોહી જામવાના મામલા પણ સામે આવ્યા, જેના કારણે તેમના ફેફસા અને હૃદય બંધ થવા લાગ્યું અને મૃત્યુના આંકડાઓ વધવા લાગ્યા. હવે એ પણ સામે આવી રહ્યું છે કે આ વાયરસના દર્દીઓ ના મગજ ઉપર પણ હુમલો કરે છે. જેનાથી ન્યુરોલોજીકલ મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.