તો શું લેસ્બિયન, ગે લોકોને વિરાટ કોહલીના હોટેલમાં ખાવાનો અધિકાર નથી? વિરાટ ગંદી રીતે આ બાબતે ટ્રોલ થયો- જાણો વિગત

ટી-20 વર્લ્ડ કપમાં ભારતના બહાર ફેંકાયા બાદ ટીમના કપ્તાન વિરાટ કોહલીના માથે હારનું ઠીકરું ફૂટ્યું હતું, અને તે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ હાલ વિરાટ કોહલી એક અન્ય કારણના લીધે ચર્ચામાં આવ્યો છે. વિરાટના ચર્ચામાં આવવાનું કારણ તેની રમત નહીં પરંતુ તેનું રેસ્ટોરન્ટ છે.

વિરાટ કોહલીના વન8 કમ્યુન રેસ્ટોરન્ટ ઉપર LGBTQ+ સમુદાયના લોકોને પ્રવેશ ના આપવાને લઈને આરોપ લાગ્યો છે. જેના બાદ ટ્વીટર યુઝર્સ દ્વારા વિરાટ કોહલીને આડા હાથે લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ બાબતે વિરાટ કોહલીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનું આ વન8 કમ્યુન રેસ્ટોરન્ટની પુણે, દિલ્હી અને કોલકાત્તામાં બ્રાન્ચ છે.

દાવો કરવામાં આવ્યો છે કે સમલૈંગિક પુરુષોના પ્રવેશ ઉપર આ રેસ્ટોરન્ટમાં રોક લગાવવામાં આવી છે. જયારે સમલૈંગિક મહિલાઓને ડ્રેસના આધાર ઉપર એન્ટ્રી આપવામાં આવે છે. ભારતમાં આવા ફેન્સી રેસ્ટોરન્ટ, બાર અને ક્લ્બમાં LGBTQ સાથે ભેદભાવ સામાન્ય વાત છે. અને વિરાટ કોહલી પણ આમ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yes, We Exist (@yesweexistindia)

સોશિયલ મીડિયામાં આ પોસ્ટને લઈને ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે. વિરાટ કોહલી ઉપર ગંભીર આરોપ લાગ્યા છે તો કેટલાક લોકો આ પોસ્ટને ફેક પોસ્ટ જણાવી રહ્યા છે. જો કે બાદમાં વન8 કમ્યુનના ઇન્સ્ટાગ્રામ ઉપર આરોપોનો જવાબ પણ આપવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by one8 Commune (@one8.commune)


વન8 કમ્યુન દ્વારા સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યું છે, “અમે બધા લોકોનું કોઈપણ જાતના ભેદભાવ વગર સ્વાગત અને સન્માન કરીએ છીએ. જેવું કે અમારું નામ છે અમે સમુદાયની સેવામાં હંમેશા આગળ છીએ. ઇન્ડસ્ટ્રીના ચલણ અને સરકારી નિયમો અનુરૂપ, અમારે ત્યાં સ્ટેગ એન્ટ્રી પર રોક છે. તેનો અર્થ એ નથી કે અમે કોઈપણ સમુદાય વિરુદ્ધ કે પછી કોઈનું અપમાન નથી કરી રહ્યા.

Niraj Patel