વિરાટ કોહલી સાથે સુરક્ષા ઘેરાને તોડીને સેલ્ફી લેવી આ યુવકને પડી ભારે, પોલીસે કરી આ મોટી કાર્યવાહી, જુઓ

ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટના બીજા દિવસે, વિરાટ કોહલીના ત્રણ પ્રશંસકો રમતની અંતિમ ક્ષણોમાં સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં આવ્યા અને સેલ્ફી લીધી. તેની તસવીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. જોકે, કોહલીએ પણ તેને રોક્યો નહીં અને તે સેલ્ફી લેવામાં સફળ રહ્યો. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા. આ ઘટના શ્રીલંકાની બીજી ઇનિંગની છઠ્ઠી ઓવરમાં બની જ્યારે કુસલ મેન્ડિસ મોહમ્મદ શમીના હાથે અથડાયા બાદ તેની સારવાર ચાલી રહી હતી.

હવે આ મામલે કાર્યવાહી કરીને પોલીસે આ ચાહકોને કસ્ટડીમાં લીધા છે. ક્રિકેટર વિરાટ કોહલીના ચાર ચાહકોને તેમના પ્રિય સ્ટાર સાથે સેલ્ફી લેવા માટે સુરક્ષા કોર્ડનનું ઉલ્લંઘન કરવા બદલ બેંગલુરુમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, કબન પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આરોપીઓમાં એક કલબુર્ગીનો અને બીજો બેંગલુરુનો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની સામે સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સ્ટાર ખેલાડીઓને નજીકથી જોવાની તક મળતાં જ ત્રણ પ્રશંસકો મેદાનમાં ગયા અને ખેલાડીઓ તરફ દોડવા લાગ્યા.

જેમાંથી એક સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા કોહલીની નજીક જવામાં સફળ રહ્યો. ચાહકે પોતાનો મોબાઈલ કાઢીને વિરાટ કોહલીને સેલ્ફી લેવા માટે કહ્યું. જ્યારે કોહલી સેલ્ફી માટે સંમત થયો ત્યારે ચાહકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે બેંગલુરુમાં પ્રશંસકોને વિરાટ સાથે ખાસ સંબંધ રહ્યો હતો.

Niraj Patel