વિરાટ કોહલીનો ફેન ચાલુ મેચમાં જ આવીને વિરાટને પગે લાગ્યો, સિક્યુરિટીમાં જોવા મળી મોટી ચૂક, જુઓ વીડિયો
Virat Kohli Fan Breaches IPL Security : હાલ દેશમાં આઇપીએલનો માહોલ બરાબર જામ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ દરેક મેચની મઝા માણી રહ્યા છે. સાથે જ મેચમાં પણ એવો રોમાંચ જોવા મળે છે કે છેલ્લી ઓવર સુધી દર્શકો ઉત્સાહિત રહે છે. IPL 2024ની છઠ્ઠી મેચ 25 માર્ચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ 4 વિકેટે જીત મેળવી હતી, પરંતુ આ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે મેચમાં પંજાબ કિંગ્સે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ક્ષતિની વિચિત્ર ઘટના જોવા મળી હતી.
અચાનક એક દર્શક મેદાનમાં ઘુસી ગયો અને તે સીધો કોહલી તરફ ગયો અને તેના પગે પડ્યો, તે પ્રશંસકે કોહલીને પગે લાગ્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યો, એક ગાર્ડે તેને ઉપાડ્યો, પરંતુ પછી તે પ્રશંસકે કોહલીને સ્પર્શ કર્યો અને તેને જોરથી પકડી લીધો. પાછળથી અન્ય એક સુરક્ષા ગાર્ડ આવ્યો અને પછી દર્શકને પકડીને બહાર લઈ ગયો.
આઈપીએલ અને ખેલાડીઓની સુરક્ષામાં આને મોટી ભૂલ કહેવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી, જ્યારે સુરક્ષામાં ખામી સામે આવી હોય, ગુજરાત અને મુંબઈ સામેની મેચમાં પણ એક કૂતરું મેદાનમાં ઘુસી આવ્યું હતું. આ ઉપરાંત આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ દરમિયાન પણ એક ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
A fan breached the field and touched Virat Kohli’s feet.
– King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024