વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો શાનદાર 80 કરોડનો બંગલાની તસવીરો જોઇ આંખે આવી જશે અંધારા, જુઓ

ગુરુગ્રામમાં વિરાટ-અનુષ્કાનો છે 80 કરોડનો બંગલો, અંદરની તસવીરો જોઈને રૂંવાટી ઉભી થઇ જશે એટલો જબરદસ્ત છે…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીના પાવર કપલ કહેવાય છે. બંનેની જોડીને ચાહકો ઘણી પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બંનેના નામ સૌથી અમીર ભારતીય સેલિબ્રિટી કપલ્સની લિસ્ટમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, જો વિરાટ અને અનુષ્કાની નેટવર્થને જોડીએ તો તેમની કુલ સંપત્તિ 1200 કરોડની આસપાસ છે. જો કે બંનેના મુંબઈ અને ઘણા મોટા શહેરોમાં લક્ઝરી એપાર્ટમેન્ટ છે.

વિરાટ કોહલી હાલમાં પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મુંબઈમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે આ એપાર્ટમેન્ટ વર્લીમાં 2017માં 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પરંતુ ગુરુગ્રામમાં તેમનો બંગલો આના કરતા ઘણો આલીશાન છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ-અનુષ્કાની હરિયાણામાં પણ પ્રોપર્ટી છે.

તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટને હરિયાણા પ્રત્યે ખાસ લગાવ છે. બંનેએ હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં એક લક્ઝરી ઘર પણ ખરીદ્યું છે. દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં વિરાટ અને અનુષ્કાનું આ ઘર એટલું આલીશાન છે કે તેને વિલા કહેવામાં ખોટું નહીં લાગે.આ બંગલામાં એક સ્વિમિંગ પુલ, જીમ અને શાનદાર સજાવટનો સામાન છે.

તમને જણાવી દઈએ કે બંનેનું ઘર ગુરુગ્રામના DFL સિટી ફેઝ 1માં છે. જેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. વિરાટે આ વર્ષની શરૂઆતમાં પોતાના પરિવાર માટે આ ઘર ખરીદ્યું હતું. જેને પ્રખ્યાત ઈન્ટીરીયર ડીઝાઈનર કંફ્લુઅન્સે ડીઝાઈન કરેલ છે.

વિરાટ કોહલી ઘણી લગ્ઝરી વસ્તુઓના માલિક છે. જેમાં ઘડિયાળથી લઇને બંગલા સુધી અનેક વસ્તુઓ સામેલ છે. વિરાટ કોહલી કાર લવર છે. તેમનો કાર પ્રેમ કોઇનાથીછૂપાયેલો નથી. તેમની પાસે ઘણી કારોનું કલેક્શન છે. જેમાં ધ બેંટલે કોન્ટિનેંટલ તેમની ફેવરેટ કારોમાંની એક છે. આ કારને તેમણે વર્ષ 2018માં ખરીદી હતી. દીકરીના જન્મ પહેલા કોહલીને પત્ની અનુષ્કા સાથે આ કારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ કારની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

ફાઇનેંશિયલ એક્સપ્રેસ અનુસાર, વિરાટ કોહલી પાસે બેંટલે ફ્લાઇંગ સ્પર કાર છે. આ સેડાન કારની કિંમત લગભગ 3.97 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીની સૌથી કિંમતી વસ્તુઓમાં તેમનું વોલેટ પણ સામેલ છે. તેમની પાસે લોએસ મોયિતોંજીના બ્રાંડનું પર્સ છે, જેની કિંમત 85 હજાર રૂપિયા છે.

વિરાટ કોહલીને ઘડિયાળનો ઘણો શોખ છે. તેઓ જે  ઘડિયાળ પહેરે છે, તેની કિંમત સાંભળી તમે હેરાન રહી જશો. વિરાટ પાસે જે ઘડિયાળ  છે તેની કિંમત 70 લાખ રૂપિયા છે. કોહલી પાસે કપડા, શુઝ અને ઘડિયાળોનું બ્રાંડેડ કલેક્શન છે. વિરાટ કોહલીની ઘડિયાળમાં જબરદસ્ત ફિચર્સ છે. સાથે તેમાં નીલમ અને સોના તેમજ ડાયમંડનો ઉપયોગ થયેલો છે. જે ઘડિયાળના લુકને આકર્ષક બનાવે છે.

Shah Jina