વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને પૂરા થયા 4 વર્ષ, તસવીરો પોસ્ટ કરી અનુષ્કાએ લખી ખાસ નોટ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન કોઈ પરી વાર્તાથી ઓછા નથી. અનુષ્કા પોતાના લગ્નમાં રાજકુમારી જેવી લાગી રહી હતી. ત્યાં વિરાટ પણ રાજકુમારની જેમ આવ્યો અને રાજકુમારી સાથે લગ્ન કરી તેને ઉડાવી લઇ ગયો. બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટલીમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા અને તે પછી ભારતમાં બંનેએ દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી, જ્યાં ઘણી હસ્તીઓ પહોંચી હતી. આ સ્ટાર કપલ આજે તેમની ચોથી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે.

લગ્નની વાત કરીએ તો, અનુષ્કાનો બ્રાઈડલ લહેંગો ફેશન ડિઝાઈનર સબ્યસાંચીએ ડિઝાઈન કર્યો હતો. જેની કિંમત કરોડોમાં હતી. તેમના લગ્નની સત્તાવાર પુષ્ટિ કરતી વખતે, અનુષ્કા અને વિરાટે ટ્વિટર પર લખ્યું, “આજે અમે એકબીજા સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. આ સમાચાર તમારી સાથે શેર કરતાં ખૂબ જ આનંદ થાય છે. તમારા પ્રેમે અમારી આ સફરને વધુ ખાસ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, બંને આ વર્ષે માતા-પિતા બન્યા હતા. વિરાટ અનુષ્કાની જોડીની સૌથી ખાસ વાત એ છે કે બંને દરેક કદમ પર એકબીજાની સાથે ઉભા જોવા મળે છે અને સંપૂર્ણ સપોર્ટ કરે છે. વિરાટના ખરાબ પ્રદર્શન માટે અનુષ્કાને ટ્રોલ કરવામાં આવે છે ત્યારે વિરાટ પણ ટ્રોલર્સને જવાબ આપે છે. લગ્નની વર્ષગાંઠ પર, અનુષ્કા શર્માએ તેમની કેટલીક ખાટી અને મીઠી યાદો શેર કરી છે. અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બધી ન જોઈ હોય તેવી તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે તમારી મુસ્કાન રોકી શકશો નહીં.

અનુષ્કા શર્માએ આ તસવીરો શેર કરતા લખ્યું, ‘આ તમારું પ્રિય ગીત અને તમારા મનપસંદ શબ્દો છે જે તમે હંમેશા જીવ્યા છો. આ શબ્દોમાં આપણા સંબંધોની સાથે સાથે દરેક વસ્તુની સત્યતા સમાયેલી છે. અભિનેત્રીએ લખ્યું, ‘આ ધારણાઓ અને દ્રષ્ટિકોણથી ભરેલી દુનિયામાં તમારા જેવા વ્યક્તિ બનવા માટે ઘણી હિંમતની જરૂર છે.’

અનુષ્કા શર્માએ લખ્યું, ‘જ્યારે મને જરૂર હતી ત્યારે મને પ્રેરણા આપવા બદલ અને જ્યારે મને સાંભળવાની જરૂર હોય ત્યારે મારું મન ખુલ્લું રાખવા બદલ તમારો આભાર.’ સમાન લગ્ન ત્યારે જ શક્ય છે જ્યારે બંને સુરક્ષિત હોય અને હું જાણું છું કે તમે સૌથી સુરક્ષિત વ્યક્તિ છો. મેં અગાઉ કહ્યું તેમ, ભાગ્યશાળી લોકો છે જે તમારી વાસ્તવિકતા જાણે છે, તમારી સફળતા પાછળની તમારી ભાવનાને જાણે છે.

અભિનેત્રીએ લખ્યું કે ભગવાન આશીર્વાદ, પ્રેમ, પ્રમાણિકતા, પારદર્શિતા અને આદર હંમેશા આપણને માર્ગદર્શન આપે છે. ભગવાન આશીર્વાદ આપે છે કે આપણે ક્યારેય સાથે આનંદ કરવાનું બંધ ન કરીએ. મને અમારી સાથે સંબંધિત દરેક વસ્તુ ગમે છે. તમને જણાવી દઈએ કે પિચ પર વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનથી લઈને ભારતીય ક્રિકેટ ટીમની હાર સુધી દરેક બાબત માટે અનુષ્કા શર્માને ઘણી વખત દોષી ઠેરવવામાં આવી છે. પરંતુ તેમ છતાં તે હંમેશા અનુષ્કાની પડખે ઉભો રહ્યો છે.

વિરાટ અને અનુષ્કાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે અને આ તસવીરો ફેન પેજ પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. વિરાટ-અનુષ્કાની જોડી જે વિરુષ્કાના નામથી જાણીતી છે તે કમાણીના મામલામાં ઘણી આગળ છે.

GQ ઈન્ડિયા મેગેઝિન અનુસાર, વિરાટ કોહલીની કુલ સંપત્તિ લગભગ 900 કરોડ રૂપિયા છે. ત્યાં અનુષ્કા શર્માની સંપત્તિ લગભગ 350 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અનુષ્કાએ અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

વિરાટ અને અનુષ્કા બંને અલગ-અલગ પ્રોફેશનમાં છે પરંતુ તેમ છતાં તેઓ ખાસ પ્રસંગોએ સમય કાઢે છે. આ કપલ ઘણીવાર ક્યાંક ફરતા જોવા મળે છે. એવું લાગે છે કે 2 વર્ષ સુધી ડેટિંગ કરતી વખતે વિરાટ સમજી ગયો હતો કે આ તેની એડવેન્ચર ગર્લ બનશે.

જ્યારે સેલેબ્સના સંબંધોની વાત આવે છે, ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે તેઓએ એકબીજાને ભવ્ય રીતે પ્રપોઝ કર્યું હશે. પરંતુ વાસ્તવમાં આવુ હંમેશા નથી હોતુ. આનો સૌથી મોટો પુરાવો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચેના સંબંધો છે. દુનિયાને લાગ્યું હશે કે વિરાટે ખૂબ જ રોમેન્ટિક બનીને અનુષ્કાને પોતાના દિલની વાત કરી હશે. પરંતુ વાસ્તવમાં વિરાટ કોહલીએ ક્યારેય અનુષ્કાને પ્રપોઝ કર્યું નથી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન વિરાટે પોતાના અને અનુષ્કાના સંબંધો વિશે વાત કરતા કહ્યુ હતુ કે તેને ક્યારેય અનુષ્કાને પ્રપોઝ કરવાની જરૂર નથી પડી. વિરાટનું માનવું હતું કે તે જાણતો હતો કે તે અને અનુષ્કા લગ્ન કરવા જઈ રહ્યા છે. તો આ બધું કરવાની જરૂર નથી. વિરાટ કહે છે કે ‘જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે દરેક દિવસ વેલેન્ટાઈન ડે હોય છે અને ખાસ પણ હોઈ શકે છે. અમને ખબર હતી કે અમે એકબીજા સાથે લગ્ન કરવાના છીએ. વસ્તુઓ પોતાની મેળે આગળ વધી રહી હતી. અમે સાથે રહીને ખુશ અને ઉત્સાહિત હતા.

Shah Jina