વિરાટ અને અનુષ્કાના આલીશાન ફાર્મ હાઉસની તસવીરો આવી સામે, હૃતિક રોશનની પૂર્વ પત્નીએ તૈયાર કર્યું છે આ મહેલ જેવો શાનદાર બંગલો, જુઓ

મુંબઈની પાસે વિરાટ અને અનુષ્કાએ ખરીદ્યુ છે અધધધ કરોડ રૂપિયાનું આલીશાન ઘર, અંદરની તસવીરો જોઈને આંખો ચાર થઇ જશે, જુઓ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન વીરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા ખુબ જ લોકપ્રિય કપલ છે. તેમના જીવન પર ચાહકોની સતત નજર પણ રહેતી હોય છે. આ બન્ને વ્યક્તિ એવા છે જેમેણે પોતાની મહેનતથી પોતાનું આગવું નામ કર્યું છે અને આજે કહી દુનિયામાં એક આગવી ઓળખ બનાવી છે. ત્યારે કપલના જીવનમાં આવી રહેલી ખુશ ખબરીઓ પણ ચાહકોને ખુશ ખુશાલ કરી દેતી હોય છે.

ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી છે. વિરાટ અને અનુષ્કા શર્માનો મુંબઈ નજીક અલીબાગમાં આલીશાન વિલા છે. હવે પહેલીવાર તેની ઝલક સામે આવી છે. આ વિલાને પીઢ અભિનેતા હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન અને કેપ ટાઉન સ્થિત આર્કિટેક્ચરલ ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ચાર બેડરૂમનો આ વિલા લક્ઝરી વેલનેસ કંપની અવસ વેલનેસના પ્રોજેક્ટનો એક ભાગ છે.

અવાસ વેલનેસની શરૂઆત હોસ્પિટાલિટી ઉદ્યોગસાહસિક આદિત્ય કિલચંદ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં ઇકો-ફ્રેન્ડલી ઘર, એક સ્પા અને વેલનેસ સેન્ટર, મલ્ટી-કૂઝિન કાફે, જોગિંગ ટ્રેક અને પૂલ છે. જે તસવીરો સામે આવી છે તે મુજબ આ વિલામાં પ્રાઈવેટ વિલા, 10 સીટર ડાઈનિંગ ટેબલ છે. તેમાં કાચના દરવાજા છે અને લિવિંગ રૂમ ઊંચી વિશાળ છત છે.

તેમાં સફેદ રંગનો સોફા છે. વિલાની અંદર અને બહારની હરિયાળી સારી રીતે જાળવવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર તેની કિંમત 10.5 કરોડથી 13 કરોડ રૂપિયાની વચ્ચે છે. વિલામાં ચાર બેડરૂમ અને એક ખાનગી પૂલ ઉપરાંત, આ વિલામાં બે સંપૂર્ણ ઢંકાયેલ કાર ગેરેજ, પાવડર રૂમવાળા ચાર બાથરૂમ, એક ટેરેસ, આઉટડોર ડાઇનિંગ, પૂરતી આઉટડોર જગ્યા અને સ્ટાફ માટે લિવિંગ ક્વાર્ટર પણ હશે.

બંગલાની બહારના વિસ્તારમાં મોટા સોફા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને વધુ આકર્ષક બનાવવા માટે રંગબેરંગી ફૂલો પણ લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર તેને ખરીદ્યું હતું. ત્યારથી આ ઘરની સજાવટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અલીબાગમાં 19.24 કરોડ રૂપિયામાં આઠ એકર જમીન ખરીદી છે. Zapkidotcom દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. Zapkid.com અનુસાર, કોહલીએ તેના અલીબાગમાં જે જમીન ખરીદી હતી તેનું વેચાણ 1 સપ્ટેમ્બરના રોજ થયું હતું.

આ સિવાય કોહલીએ મુંબઈના જુહુ સ્થિત બંગલાનો એક ભાગ ભાડે લીધો છે. આ બંગલો પ્રખ્યાત ગાયક કિશોર કુમારનો છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલી તેનો ઉપયોગ નવી રેસ્ટોરન્ટ One8 Commune તરીકે કરશે. કોહલીએ તેને આઠ વર્ષ માટે લીઝ પર લીધો છે. One8 ચેઇનમાં દિલ્હી, કોલકાતા અને પુણેમાં રેસ્ટ્રો-બાર છે.

Niraj Patel