બોટને ઉઠાવતા સમયે જ પાણીમાં સમાઇ ગઇ પૂરી ક્રેન, વીડિયોમાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. અહીં કોઇપણ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. કેટલાક વીડિયો હાસ્યાસ્પદ હોય છે તો કેટલાક ચોંકાવનારા હોય છે. આ ઉપરાંત કેટલાક ખૌફનાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઘણી વખત એવા અકસ્માતો થાય છે કે જે તેને જુએ તે ડરી જાય છે. માનવીએ પોતાની સુવિધા માટે મોટા મશીનો બનાવ્યા છે, પરંતુ જ્યારે તે નિષ્ફળ જાય છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના ટાળી શકતું નથી. કારણ કે આ મશીનો જેટલા અનુકૂળ છે, જો તે નિષ્ફળ જાય તો તે જોખમી સમાન છે. આવા જ એક અકસ્માતનો વીડિયો હાલ સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વિશ્વમાં દરરોજ અનેક અકસ્માતો થાય છે. આ અકસ્માતોમાંથી કેટલાક એટલા ખતરનાક હોય છે, જેને જોઈને કોઈપણના હોશ ઉડી જાય છે. જ્યારે આ અકસ્માતોનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે આ અકસ્માતનો નજારો કેટલો ભયાનક હતો. આવા જ એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. એક દાવા પ્રમાણે આ વીડિયો પાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક ક્રેન ભારે બોટને બહાર કાઢવામાં લાગેલી છે, પરંતુ અચાનક ક્રેન જ પાણીમાં પડી જાય છે. હવે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

વીડિયોમાં ક્રેન બોટને ઉપાડવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ક્રેન બોટને બહાર કાઢી રહી છે. પરંતુ ક્રેન દ્વારા ધીમે ધીમે બોટને ઉપર ખેંચવામાં આવે છે ત્યારે જ પાછળથી ક્રેઈન દ્વારા બોટને પકડવામાં આવતાં દોરડું તૂટી જાય છે અને બોટનો પાછળનો ભાગ ઝડપથી પાણીમાં પડવા લાગે છે. થોડી જ વારમાં બોટ સહિત ક્રેન પણ પાણીમાં પડી જાય છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર થતાની સાથે જ લોકોએ જોરદાર રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પાકિસ્તાનના કરાચી શહેરનો જણાવવામાં આવી રહ્યો છે, જો કે, ગુજ્જુરોક્સ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

Shah Jina