એકદમ કડકડાટ અંગ્રેજી બોલે છે આ ગામડાના ભાભી, લોકોને પણ શીખવે છે ઈંગ્લીશ બોલતા, વીડિયો જોઈને જ ફેન બની જશો.. જુઓ

ગામડાના આ ભાભીનું અંગ્રેજી સાંભળીને ભલ ભલા ભણેલા પણ તેમની આગળ પાણી ભરતા દેખાશે, વીડિયોને લોકો કરી રહ્યા છે ખુબ જ પસંદ, જુઓ

Village woman speaks English : આપણા દેશમાં આજે પણ ઘણા લોકોને અંગ્રેજી બોલવામાં, વાંચવામાં અને સમજવામાં ખુબ જ સમસ્યા થતી હોય છે. લોકોને અંગ્રેજી ખુબ જ કઠિન લાગે છે. તો સાથે જ આજકાલ અંગ્રેજી બોલવું એ એક ફેશન બની ગઈ છે. જ્યારે અંગ્રેજી ન બોલી શકનારને મૂર્ખ ગણવામાં આવે છે. આમ જોવા જઈએ તો અંગ્રેજીને લોકો માટે જ્ઞાનના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ કદાચ લોકો ભૂલી જાય છે કે અંગ્રેજી માત્ર એક ભાષા છે અને માનવ જ્ઞાનનું ધોરણ નથી.

તાજેતરમાં, ગ્રામીણ વિસ્તારની એક મહિલા સોશિયલ મીડિયા પર કડકડાટ અંગ્રેજી બોલતી જોવા મળી છે, જેને જોઈને અંગ્રેજીને જ્ઞાનનું ધોરણ માનનારાઓ હક્કાબક્કા રહી જશે. કડકડાટ અંગ્રેજી બોલતી આ મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને લાઈક કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં માથા પર પાલવ ઓઢેલી આ મહિલા ન માત્ર કડકડાટ અંગ્રેજી બોલે છે પરંતુ લોકોને કેવી રીતે બોલવું તે પણ શીખવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા માત્ર 12 પાસ છે, તેમ છતાં તે આશ્ચર્યજનક રીતે અંગ્રેજીમાં બોલતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ રીતે કડકડાટ અંગ્રેજી બોલતી અને શીખવતી મહિલાના અનેક વીડિયો છે. મહિલાનું નામ યશોદા લોધી હોવાનું કહેવાય છે, જે ઉત્તર પ્રદેશના સિરાથુમાં રહે છે અને ગૃહિણી છે. વીડિયોમાં મહિલાની સ્ટાઈલ અને અંગ્રેજી શીખવવાની રીત લોકોને પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે વીડિયોને ખૂબ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yashoda Lodhi (@yashoda5944)

અત્યાર સુધી આ વીડિયોને 17.6 મિલિયનથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે, જયારે 6 લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને મહિલાના વખાણ પણ કરી રહ્યા છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું, મહિલાને ઘણો આત્મવિશ્વાસ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, માત્ર ચહેરાની બાબતો મહત્વની નથી, વ્યક્તિની કુશળતા પણ મહત્વની છે. ત્રીજા યૂઝરે લખ્યું કે, શિક્ષિત મહિલા દરેક કરતાં ચડિયાતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Yashoda Lodhi (@yashoda5944)

Niraj Patel