...
   

ચંદ્ર પર આવ્યો ભૂકંપ ? ISROએ રેકોર્ડ કર્યુ પ્રાકૃતિક ઘટનાનું કંપન, જાણો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્ર પર પહોંચેલું વિક્રમ લેન્ડર સતત નવી શોધ કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર નવા પ્રયોગો કરી રહેલા વિક્રમ લેન્ડરે હવે ચંદ્ર પર કુદરતી કંપન એટલે કે હિલચાલની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડર પર એવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે સપાટી પર હિલચાલ રેકોર્ડ કરવામાં સક્ષમ છે. ISROએ ગુરુવારે કહ્યું કે ચંદ્ર પર કુદરતી ભૂકંપ નોંધવામાં આવ્યો છે. તે લુનાર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે.

ISROએ કહ્યું કે ચંદ્રયાન-3 ના લેન્ડર વિક્રમ જે હાલમાં સપાટી પર કામ કરી રહ્યું છે, તેણે ચંદ્ર પર ધરતીકંપની ઘટના શોધી કાઢી છે. પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સે પણ આ અંગેનો ડેટા મોકલ્યો છે અને હવે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ચંદ્ર પર પ્રથમ માઈક્રો ઈલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ ટેક્નોલોજી આધારિત ઈન્સ્ટ્રુમેન્ટે રોવરની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે.

ISROએ જણાવ્યું હતું કે લુનર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડે એક ઘટના રેકોર્ડ કરી છે જે કુદરતી હોવાનું જણાય છે. વિક્રમ લેન્ડર દ્વારા શોધાયેલ આ ઘટના ચંદ્ર પર ધરતીકંપની સંભાવના સૂચવે છે, પરંતુ તેની ચોક્કસ પ્રકૃતિ હજુ તપાસ હેઠળ છે.

Shah Jina