આ ખ્યાતનામ ડાયરેક્ટરે શા કારણે કર્યા આટલી નાની યુવતી સાથે ખાનગીમાં લગ્ન ? તે અંગે બોલિવૂડમાં ભારે ચર્ચા

બોલીવુડની અંદર લગ્ન અને અફેર સાથે જોડાયેલી બાબતો ઘણીવાર હેરાન કરી દેનારી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન થવા અને છૂટાછેડા થવા ખુબ જ સામાન્ય બાબત માનવામાં આવે છે, પરંતુ કેટલાક લગ્નો અને છૂટાછેડા પણ ચર્ચામાં રહેતા હોય છે. અત્યાર સુધી ઘણા એવા સિતારાઓ છે જેમને ગુપચુપ લગ્નો પણ કરી લીધા છે. ત્યારે હાલમાં જ એક ખબરે સૌને ચોંકાવી દીધા છે.

52 વર્ષના વિક્રમ ભટ્ટે બીજા લગ્ન કરી લીધા છે અને તમેની પત્નીનું નામ શ્વેતાંબરી સોની છે. વિક્રમ અને શ્વેતાંબરીએ ગયા વર્ષે લોકડાઉનમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. જેની જાણકરી તેમને એક વર્ષ બાદ પોતાની પત્ની શ્વેતાંબરીના જન્મ દિવસે એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને આપી છે. અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે વિક્રમ ભટ્ટના લગ્નની પુષ્ટિ તેના ભાઈ મહેશ ભટ્ટ પણ કરી ચુક્યા છે.

તો હવે વિક્રમ ભટ્ટે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે. તેમને પોતાની અને શ્વેતાંબરીના ગુપચુપ રીતે લગ્ન કરવાનું કારણ પણ જણાવ્યું છે. સાથે જ વિક્રમ ભટ્ટે એ પણ જણાવ્યું છે કે તેમનો પ્રેમ પાગલપન નથી. પરંતુ તે તેમની પત્ની સાથે હેપ્પી રિલેશનશિપને માણી પણ રહ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમને પોતાના લગ્નથી લઈને ડેટિંગ સુધીની વાતો જણાવી.

અમ્ર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે વિક્રમ ભટ્ટે જણાવ્યું કે તેમના લગ્ન એક ખાનગી સેરેમનીમાં થયા હતા. જ્યાં તેમની ત્રણ બહેનો અને તેમના પરિવારના કેટલાક લોકો હાજર હતા. પહેલા તેમનું એક ભવ્ય લગ્ન કરવાનું પ્લાનિંગ હતું. પરંતુ કોરોના મહામારીએ તેમનું બધું જ પ્લાનિંગ બગાડીને રાખી દીધું. તેમને એમ પણ જણાવ્યું કે તે બંને એક બીજાને 3 વર્ષથી ડેટ કરી રહ્યા છે.

શ્વેતાંબરી અને વિક્રમની પહેલી મુલાકાત એક એકઝીબીશિયન દરમિયાન થઇ હતી. એ એકઝીબીશિયન તો પૂરું નહોતું થઇ શક્યું, પરંતુ બંનેની મિત્રતા થઇ ગઈ હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. વિક્રમ ભટ્ટે એમ પણ જણાવ્યું કે જે રીતે ફિલ્મોમાં બતાવવામાં આવે છે, અમારી વચ્ચે એવું બિલકુલ નથી થયું.

તેમને એમ પણ જણાવ્યું કે ના અમે કેન્ડલ લાઈટ ડિનર ઉપર ગયા છીએ ના અમારી વચ્ચે કસમો ખાવામાં આવી છે. અમારી વચ્ચે આ ત્યારે શરૂ થયું જયારે મારા પિતા હોસ્પિટલમાં ભરતી હતા. ડોકટરે તેમની એન્જ્યોપ્લાસ્ટી કરવાની સલાહ આપી હતી. તે સમયે શ્વેતાંબરીએ અનુભવ્યું કે જો બંનેમાંથી કોઈને કઈ થઇ જતું તો તે ત્યાં સુધી આગળ પગલું નહિ ભરી શકે, જ્યાં સુધી તેમની પાસે કાયદાકીય અધિકાર નથી થઇ જતો.

વિક્રમ ભટ્ટના પહેલા લગ્ન તેમની બાળપણની મિત્ર અદિતિ સાથે થયા હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. લગ્ન બાદ વિક્રમ અને અદિતિએ તેમના જીવનમાં દીકરી કૃષ્ણાનું સ્વાગત કર્યું. જે આજે એક ફિલ્મ ડાયરેક્ટર છે. જો કે વિક્રમ અને અદિતિનો સંબંધ લાંબો ના ચાલ્યો અને બંનેએ 1998માં છૂટાછેડા લઇ લીધા.

Niraj Patel