‘શક્તિમાન’ અને ‘વિક્રાલ ઔર ગબ્રાલ’ નો આ એક્ટર યાદ છે? તેની કારમાં લાગી ભીષણ આગ, ફેન્સ ટેંશનમાં મુકાઈ ગયા, આવી હાલત થઇ જુઓ

ટીવી સિરિયલ ‘શક્તિમાન’ અને ‘ગટર ગૂ’ જેવી ઘણી સિરિયલોમાં કામ કરી ચૂકેલ એક્ટર કેકે ગોસ્વામીને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. શક્તિમાન, વિક્રાલ ઔર ગબ્રાલ જેવા શોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતાની કારમાં અચાનક આગ લાગી હતી. તે સમયે તેમનો દીકરો કાર ચલાવી રહ્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર, જ્યારે કારમાં આગ લાગી ત્યારે ગોસ્વામી તેમના 21 વર્ષના પુત્ર સાથે કારમાં હતા.

તેમનો પુત્ર કાર ચલાવતો હતો. તે સમયે બંને કોલેજ તરફ જઈ રહ્યા હતા. આ ઘટનાથી આખો પરિવાર હજુ પણ આઘાતમાં છે. કારમાં અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈને જાણ નથી. નવદીપ કાર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી અને આ પછી ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ત્યારબાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે કારમાં આગ કેવી રીતે લાગી ?

કેકે ગોસ્વામી આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ફની વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે. બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી અભિનેતા મુંબઈ આવતા પહેલા પોતાના ગામમાં થિયેટર ચલાવતા હતા. પરંતુ પાછળથી તે સપનાના શહેર મુંબઈ તરફ વળ્યા અને અહીં ઘણો સંઘર્ષ કર્યો, ત્યારબાદ તેણે શક્તિમાન અને શ…..કોઇ હૈ જેવા શોમાં કામ કર્યું. આ શો પછી તે વિક્રાલ ઔર ગબ્રાલ શોમાં જોવા મળ્યો હતો.

તેના શો ખાસ કરીને બાળકોને વધારે પસંદ આવ્યો હતો. કેકે ગોસ્વામીનું પૂરું નામ કૃષ્ણકાંત ગોસ્વામી છે. આ ટીવી શો સિવાય તેણે CID, શકલાકા બૂમ-બૂમ જેવા શોમાં પણ કામ કર્યું છે. હિન્દી ઉપરાંત અભિનેતાએ અન્ય ઘણી ભાષાઓ જેમ કે મરાઠી, ભોજપુરી, બંગાળી વગેરેમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by K K Goswami (@yours_k_k_goswami)

Shah Jina