‘અનુપમા’માં આવવાના છે જબરદસ્ત ટ્વિસ્ટ, અનુપમાને મળવા અમદાવાદ પહોંચશે અનુજ પણ બરખા અને માયા લગાવશે તિકડમ…જુઓ પ્રોમો વીડિયો

અનુપમાને મળવા પહોંચ્યો અનુજ, બરખાને ફોન કરી હેલ્પ માગશે માયા- જુઓ અનુપમામાં આવનારા જબરદસ્ત ટ્વિસ્ટ…

ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપમાં રહેતા શો ‘અનુપમા’માં છેલ્લા કેટલાક દિવસોથી શોની ટીઆરપીમાં ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ એક જ પ્લોટ ચલાવવા માટે મેકર્સ અને શોને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા. પણ હવે એવું લાગી રહ્યું છે કે, મેકર્સ પહેલાની જેમ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ થવાના છે. શોમાં ઘણા ટ્વિસ્ટ આવવાના છે. જેનાથી દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. શો સારો દેખાવ કરી રહ્યો છે અને વીકલી બાર્ક રેટિંગમાં ટોચ પર છે.

આ દિવસોમાં શોનો ટ્રેક ખૂબ જ રસપ્રદ વળાંક લઈ રહ્યો છે. અનુપમા અને અનુજ કપાડિયાના લગ્ન પછી આખી કહાનીએ જીવનમાં એક મોટો વળાંક લીધો. જેમાં નાની અનુની અસલી માતા માયાની એન્ટ્રી બાદ તે અનુપમા અને અનુજ વચ્ચે આવવાનો પ્રયત્ન કરી રહી છે. આ કારણે અનુજ અનુપમાથી અલગ થઈ જાય છે. અનુપમા એકલી રહી ગઈ અને આ સમયે તેનો પૂર્વ પતિ વનરાજ તેને પોતાની સાથે પાછી લઇ જવા આવે છે.

જો કે, છેલ્લા એપિસોડમાં તમે જોયુ હશે કે કેવી રીતે બરખા અનુપમાના ઘરે તેનો સામાન પરત કરવા જાય છે અને પછી અનુપમા બરખાને યોગ્ય જવાબ આપે છે. ત્યારે હવે શોમાં જોવા મળશે કે માયા અને બરખાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર ઘટતું નથી. આ શોના મંગળવારના એપિસોડમાં જોવા મળ્યુ કે પાખી અનુપમાને મળવા તેની નાનીના ઘરે ગઇ અને પછી થોડા સમય પછી વનરાજ શાહ તેને ફોન કરીને સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કરે છે.

અનુપમા તેને કડકાઈથી કહે છે કે તે તેને ફોન ન કરે. આ દરમિયાન ડિમ્પી સમરને તેના પરિવારની વિરુદ્ધ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. ડિમ્પી સાથે બાઇક પર ક્યાંક જઈ રહેલો સમર તેના પરિવાર વિશે ઘણી બધી નકારાત્મક વાતો સાંભળીને ગુસ્સે થઈ જાય છે. સમરનું વલણ બદલાતું જોઈને ડિમ્પી પણ ચૂપ થઈ જાય છે. જો કે, બીજી તરફ અનુજ કાપડિયા અને અનુપમા હવે બંને એક થવાના હોય તેવું શોના પ્રોમો પરથી લાગી રહ્યુ છે.

અનુજ મુંબઈથી અમદાવાદ સીધો અનુપમાની માતા કાંતાબેનના ઘરે પહોંચે છે અને આ દરમિયાન તે બહારથી ગુપ્ત રીતે અનુપમાનો ડાન્સ જુએ છે. અનુપમા પણ અનુજની નજીકતા અનુભવશે, પણ શું બંને એકબીજાને મળશે ? તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. એવું કહેવાઇ રહ્યુ છે કે, અનુજ અને અનુપમા વચ્ચે વધી રહેલા અંતર વચ્ચે પહેલા અંકુશ અનુજને ફોન કરીને અમદાવાદ બોલાવશે અને બીજી બાજુ તે અનુપમાને પણ ઘરે બોલાવશે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)

અંકુશ અનુપમા-અનુજને એક કરવામાં મદદ કરશે. ત્યારે હવે આવનારા એપિસોડમાં જોવા મળશે કે અમદાવાદ આવેલ અનુજ સાથે અનુપમાનું કાયમી મિલન થશે કે પછી બંને છેલ્લી વખત મળીને છૂટા પડશે ? જણાવી દઇએ કે, રૂપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’ દર્શકોની ફેવરિટ બની ગઈ છે, લોકો આ સિરિયલની સ્ટોરી વિશે જાણવા ઉત્સુક રહેતા હોય છે. અનુપમા જોનારા દર્શકોનો વર્ગ પણ ઘણો વધારે છે. અનુપમાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીની ફેન ફોલોઈંગ પણ આ સિરિયલ પછી જબરદસ્ત વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by anupama (@anupamaa.2023)

Shah Jina