શું વિજય દેવરકોંડા સાથે માલદીવમાં ઇશ્ક લડાવી રહી છે પુષ્પાની શ્રીવલ્લી ? એવી એવી તસવીરો વાયરલ થઇ કે ઉફ્ફ્ફ…

સ્વર્ગ જેવા સુંદર માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાના, ચાહકોએ આવી રીતે પાડી ખબર

રશ્મિકા મંદાનાએ થોડા સમયમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી લીધી છે. પુષ્પાની સફળતા બાદ રશ્મિકાની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે. તાજેતરમાં જ રશ્મિકાએ ગુડબાય ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા જેવા મહાન કલાકારો સાથે જોવા મળી. ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યા બાદ અભિનેત્રી વેકેશન માટે માલદીવ રવાના થઇ હતી. વેકેશન એન્જોય કરતી વખતે તેણે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રશ્મિકા મંદાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

તેણે પોસ્ટમાં જે ફોટો શેર કર્યો છે તેમાં તે પૂલની બાજુમાં જોઈ શકાય છે. આ ઉપરાંત તેણે તેની સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં તે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ ફોટો પર તેણે તેના ફેન્સ માટે ‘Hi Loves’ લખ્યું છે. ફોટોમાં રશ્મિકા કટઆઉટ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રશ્મિકાએ બ્લેક ગોગલ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે. રશ્મિકાના આ ફોટા જોયા પછી કેટલાક લોકોએ તેને વિજય દેવરાકોંડા વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા અને

રશ્મિકા મંદાના રિલેશનશિપમાં હોવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. બંને ઘણી વખત સાથે સમય વિતાવતા અને ડિનર ડેટ પર જતા જોવા મળ્યા છે. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7માં બંને સાથે હોવાનો ઉલ્લેખ હતો. હવે એવું માનવામાં આવે છે કે રશ્મિકા અને વિજય માલદીવમાં સાથે રજાઓ માણી રહ્યા છે. આવું અમે નહીં પરંતુ બંનેના ફેન્સ કહી રહ્યા છે. ચાહકોની શંકાનું કારણ રશ્મિકા મંદાનાની એક તસવીર છે. રશ્મિકાએ તેની માલદીવ ટ્રીપની જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તેમાં તે પૂલની બાજુમાં સનગ્લાસ પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. આ સનગ્લાસે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકોનું માનવું છે કે આ સનગ્લાસ વિજય દેવરાકોંડાના છે. આવી અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે બંને એક જ દિવસે મુંબઈ એરપોર્ટ પર સાથે જતા જોવા મળ્યા હતા. જ્યારે રશ્મિકા એરપોર્ટમાં પ્રવેશી ત્યારે વિજય દેવરાકોંડા તેની થોડી મિનિટો પહેલા જ ત્યાં ગયો હતો.

બંનેને એકસાથે જોઈને અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ક્યાંક સાથે જઈ રહ્યા છે. જે બાદ રશ્મિકાની પુલ સાઇડ તસવીર જોયા પછી ચાહકોએ કહ્યું કે વિજયે તેને ક્લિક કરી છે. સનગ્લાસની વાત કરીએ તો વિજય દેવરાકોંડા જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેણે આવા જ ચશ્મા પહેર્યા હતા. હવે રશ્મિકાને આ ચશ્મામાં પોઝ આપતી જોઈને એવું માનવામાં આવે છે કે બંને સાથે હોઈ શકે છે. જ્યારથી સફરની આ તસવીરો સામે આવી છે,

ત્યારથી ચાહકોને ખાતરી થઈ ગઈ છે કે ભલે રશ્મિકા અને વિજય અલગ-અલગ ભારત છોડી ગયા હોય, પણ તેઓ માલદીવમાં સાથે છે. કરિયરની વાત કરીએ તો રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાએ આ વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. વિજય અનન્યા પાંડે સાથે ફિલ્મ લાઇગરમાં જોવા મળ્યો હતો. ત્યાં રશ્મિકા ફિલ્મ ગુડબાયમાં જોવા મળી. લાઇગર ફ્લોપ સાબિત થઇ જ્યારે દર્શકો ગુડબાયને યોગ્ય રીતે સમર્થન આપી રહ્યા છે.

Shah Jina