ભાગેડુ વિજય માલ્યાએ ટ્વિટ કરીને વિરાટ કોહલી વિશે કહ્યું, “મારો અંતરાત્મા કહે છે કે…”, લોકોએ કોમેન્ટમાં કહી દીધી એવી વાત કે… જુઓ

“મારો અંતરાત્મા કહે છે કે…”, લોકોએ કોમેન્ટમાં કહી દીધી એવી વાત કે… જુઓ

Vijay Mallya Statement On Virat Kohli  : હાલ આઇપીએલનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, દેશના કરોડો ફેનને આશા હતી કે આ વર્ષે વિરાટ કોહલીની ટીમ RCB આઇપીએલમાં કપ જીતશે, પરંતુ એલિમિનેટર મેચમાં રાજસ્થાને આરસીબીને હરાવી દીધું અને એ સાથે જ કરોડો લોકોનું સપનું પણ ચકનાચૂર થઇ ગયું. સોશિયલ મીડિયામાં પણ આરસીબીની હાર પર ઘણા બધા મીમ બન્યા હતા. ત્યારે મેચ પહેલા RCBના પૂર્વ માલિક વિજય માલ્યાએ પણ એક ટ્વિટ કરી હતી, જે વાયરલ થઇ રહી છે.

વિજય માલ્યાએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે, “જ્યારે મેં RCB ટીમ માટે બોલી લગાવી અને વિરાટ માટે બોલી લગાવી ત્યારે મારા અંતરાત્માએ કહ્યું કે આનાથી સારી પસંદગી બીજી કોઈ હોઈ શકે નહીં. મારો અંતરાત્મા કહે છે કે આરસીબી આ વર્ષે આઈપીએલ જીતી શકે છે. શુભેચ્છાઓ.” પરંતુ માલ્યાનું આ સપનું સાકાર ના થયું અને RCBને હારનો સામનો કરવો પડ્યો.

વિરાટ કોહલીની વિજય માલ્યાએ પ્રસંશા પણ કરી હતી. પરંતુ આ ટ્વિટના રીપ્લાયમાં ઘણા લોકોએ વિજય માલ્યાને ટ્રોલ કરવાનું પણ શરૂ કર્યું હતું.  ‘ભાઈ, આરસીબી જીતશે. પરંતુ તમે અમારા પૈસા ક્યારે પરત કરી રહ્યા છો?’ એકે લખ્યું, ‘શું તમારો અંતરાત્મા તમને પૈસા પરત કરવા માટે નથી કહેતો?’ આ ઉપરાંત પણ હવે ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!