શું હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક લેવાના છે છૂટાછેડા ? બંને વચ્ચે આખરે એવું તો શું થયુ- જાણો વિગતવાર

આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યા માટે કંઈ સારું નથી ચાલી રહ્યું. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 17મી સિઝનમાં સૌથી નીચેના ક્રમે રહી હતી. ત્યારે હવે આ વચ્ચે તેના અંગત જીવનને લઇને એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને કદાચ બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે. નતાશા છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. હાર્દિકના આઈપીએલ પ્રદર્શનને લઈને સર્બિયન મોડલ અને અભિનેત્રીને ઓનલાઈન ધમકી પણ આપવામાં આવી હતી.

નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે 30 જુલાઈએ થયો હતો. જણાવી દઈએ કે પહેલા નતાશાના ઈન્સ્ટાગ્રામ પર નતાશા સ્ટેનકોવિક પંડ્યા લખેલ હતું. જો કે હવે તેણે સરનેમ હટાવી દીધી છે. આ બાદથી લોકો સોશિયલ મીડિયા પર તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો લગાવી રહ્યા છે.

જો કે, આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે કપલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ મે 2020માં નતાશા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હાર્દિક અને નતાશા તે જ વર્ષે માતા-પિતા પણ બન્યા. 4 માર્ચે હાર્દિકની પત્ની નતાશાનો જન્મદિવસ હતો, પણ પત્નીના બર્થ ડે નિમિત્તે હાર્દિકે કંઈપણ પોસ્ટ કર્યું નહોતુ.

ત્યારે હવે ચાહકોને તેમના સંબંધો વિશે ઘણી શંકા છે. જો કે, નતાશાએ હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ પરથી પતિ સાથેની તસવીરો હટાવી નથી. હાર્દિક અને નતાશાની લવ સ્ટોરી મુંબઈમાં એક પાર્ટી દરમિયાન શરૂ થઈ હતી. બંને પહેલીવાર મળ્યા અને મિત્રો બની ગયા. આ પછી બંનેએ હાર્દિક અને નતાશાએ સાથે ઘણો સમય વિતાવ્યો અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

Shah Jina